AHAVADANG

ડાંગ જિલ્લામાં ૩૧૧ હનુમાન મંદિર નિર્માણના પાંચમાં તબક્કા માટેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ પ્રકૃતિની ગોદમાં પાંગરેલો ગુજરાતનો ડાંગ જિલ્લો અને ડાંગવાસીઓ કુદરતના ઉત્કૃષ્ટ સર્જનોમાંના એક છે. સમગ્ર જિલ્લામાં ૯૦% ભૂમિ ઉપર જંગલો-ડુંગરા-ખીણો આવેલાં છે. ભગવાન શ્રી રામ અને શબરી માતાની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. રામભક્ત હનુમાનજી સમગ્ર ડાંગીઓમાં સર્વમાન્ય દેવ તરીકે પ્રસ્થાપિત છે. ડાંગમાં વસેલા આશરે સવા બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” નામનો હનુમાન યજ્ઞનાં ભાગરૂપે વઘઇ તાલુકાનાં કુમારબંધ ગામે  ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણયજ્ઞનો પાંચમાં તબક્કા માટેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સંતો મહંતો, સેવાધારીઓ, અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહી ઉપસ્થિત ભગવાન શ્રી રામ, ભ્રાતા શ્રી લક્ષ્મણ, અને શબરી માતાની ચરણરજથી પાવન થયેલી દંડકારણ્યની ભૂમિ ઉપર આરંભાયેલા ‘ડાંગ-પ્રયાગ હનુમાન યાગ’ નામક હનુમંત યજ્ઞના ભાગરૂપે ૧૧ હનુમાન મંદિરોનો પાંચમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ૧૧ મંદિરોનું લોકાર્પણ કરાયું હતું સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક એવા ગોવિંદભાઈ ધોળકિયા ના શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ-સુરત દ્વારા ડાંગ જીલ્લામાં રહેતા આદિવાસી સમાજના લોકોમાં ધાર્મિક ભક્તિનો પ્રચાર-પ્રસાર, ગ્રામજનોમાં એકતા જાળવવા અને લોકોને વ્યસનમુક્ત બનાવવાના હેતુથી જિલ્લાના તમામ 311 ગામોમાં હનુમાન મંદિરો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, અત્યાર સુધી ૫૦થી વધુ મંદિરો તૈયાર પણ થી ચુક્યા છે. સુરતના ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્યના સૌથી નાના એવા ડાંગ જીલ્લાના આદિવાસી સમાજના લોકોમાં હિન્દુધર્મનો પ્રચાર-પ્રસાર થાય, ગ્રામજનોમાં એકતા જાળવવા અને નાના મોટા વ્યસનોથી બંધાયેલા લોકોને વ્યસનમુક્ત બનાવવાના હેતુથી જિલ્લાના તમામ 311 ગામોમાં ભગવાન રામ ના પરમ ભક્ત અને આદિવાસી સમાજના આરાધ્ય દેવા એવા શ્રી હનુમાનજી મહારાજના મંદિરો બનાવવાનો સંકલ્પ લીધો છે, જેમણે વર્ષ ૨૦૧૮ થી અત્યારસુધી પાંચ તબક્કામાં કુલ ૫૦થી વધુ મંદિરો બનાવીને તેના લોકાર્પણ કરી દીધા છે જ્યારે કેટલાક મંદિરો નું કામ ચાલુ છે. આહવા તાલુકાના કુમારબંધ ગામે સ્થાનિક આગેવાનો અને સંતોની ઉપસ્થિતિમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરત તરફથી મંદિર નિર્માણ કાર્યક્રમના પાંચમા તબક્કામાં નવા ૧૧ મંદિરોનો અભિષેક જ્યારે તૈયાર થઈ ગયેલા ૧૧ મંદિરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંતોએ ૩૧૧ મંદિરનો સંકલ્પ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એ માટે આશીર્વાદ આપ્યા હતા, જ્યારે ગોવિંદભાઈ ધોળકિયાએ આ સંકલ્પ કુદરતી રીતે લેવાયો હોવાનું જણાવી પ્રભુની કૃપા ગણાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!