CHIKHLINAVSARI

ચીખલી વાંસદા રોડ પર કુકેરી નજીક એકઝીટીવ મેજિસ્ટ્રેટના બોર્ડ વાળી કાર ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ સવાર સ્થાનિક શ્રમજીવીને ગંભીર ઇજા

સબ…

પ્રાથમિક સારવાર રેફેલમાં બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાવા નો વારો આવ્યો હતો.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી વાંસદા રોડ પર હાલ થોડાં સમય થી અક્સ્માત ના બનાવો વધવા લાગ્યાં છે ત્યારે આજ રોજ સવારે ૧૦ વાગ્યા આસપાસ એકઝીટીવ મેજિસ્ટ્રેટ લખેલ કાર ચાલક નશાકીય હાલતમાં અને પોતે વાંસદા ખાતે નાયબ મામલતદાર હોય એમનું અક્સ્માત થયું. ત્યારે ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગ ઉપર દોણજા ફાટક પાસે મંગળવારની સવારે ૧૧વાગ્યાં આજુ બાજુ પુરપાટ ઝડપે વાંસદા તરફ જઇ રહેલ એકઝીટીવ મેજિસ્ટ્રેટના બોર્ડ વાળી સ્વીફ્ટ કારનંબર:જીજે-૨૧-બીસી-૧૩૬૭ ના ચાલકે પ્રતાપનગર તરફ જઇ રહેલ જીજે-૨૧-ઇ-૨૨૩૧ મોટર સાયકલને અડફતે લેતા આ મોટર સાયકલ ચાલક અરવિંદ રવજીભાઈ હળપતિ (ઉ.વ.આ-૫૫) (રહે.કુકેરી વડ ફળીયા તા.ચીખલી) ને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ જતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ આ કાર ચાલક નાયબ મામલતદાર ભરતભાઇ મહાજન જે વાંસદા ખાતે ફરજ બજાવતો હોય જે નવસારીથી અપડાઉન કરતો હોવાનું જાણવા મળ્યું હતું.જોકે નાયબ મામલતદાર નશાકીય હાલતમાં હોવાનું અને રાનકુવામાં ભય ફેલાવે તે રીતે પોતાના કબ્જાનું વાહન હંકારી લાવ્યો હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.પોલીસ મથકમાં આ નાયબ મામલતદાર વિરૂધ્ધ ગુનો ન નોંધાય તે માટે કેટલાક મેદાનમાં ઉતરી પડતા આ લખાય ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો.જોકે ઘટના સ્થળે સ્થાનિકોએ નશામાં ચકચૂર જણાતા અધિકારીને મેથીપાક આપી પોલીસ ને જાણ કરતા અધિકારીની હાલત જોઈ પોલીસ સ્ટાફમાં પણ અચરજ ફેલાઈ હતી.

બોક્સ ૧
થોડા દિવસ પહેલા કુકેરીમાં આ સ્થળથી નજીકના જ અંતરમાં પોલીસ કર્મચારીની ખાનગી કારે એક મહિલાને અડફતે લેતા આ મહિલાનું મોત નીપજ્યું હતું.તેમાં પણ ચાલક પોલીસ કર્મચારી હોવાનું બહાર આવવા છતાં અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલો રફેદફે કરવાની તજવીજ કરાઈ હતી.ત્યારે થોડા દિવસ બાદના આ બીજા બનાવમાં પોલીસ અકસ્માત કરનાર અધિકારીને છાવરશે કે કેમ તે જોવું રહ્યું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!