NATIONAL

વિધાનસભામાં BJPના ધારાસભ્ય પોર્ન ફિલ્મ જોતા પકડાયા

બીજેપી ધારાસભ્ય પોર્ન કન્ટેન્ટ જોતા હોવાનો વીડિયો બુધવારે મોડીરાતે સોશિયલ મીડિયા પર વાયરલ

ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય વિવાદોમાં છે. ભાજપના ધારાસભ્ય જબલ લાલ નાથ વિધાનસભા ભવનની અંદર સત્ર દરમિયાન કથિત રીતે પોર્ન જોતા જોવા મળ્યા હતા. ત્રિપુરા વિધનસભા ભવનના સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના વિધાનસભાના સત્રના બીજા દિવસે એટલે કે સોમવારે બની હતી. જોકે વિધાનસભા સત્ર દરમિયાન બીજેપી ધારાસભ્ય પોર્ન કન્ટેન્ટ જોતા હોવાનો વીડિયો બુધવારે મોડીરાતે સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું શરૂ થયું હતું.
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં તેમના હાથમાં એક ટેબલેટ છે, જેમાં કથિત રીતે પોર્ન કન્ટેન્ટ ચાલી રહ્યું હતું. નેટિઝન્સે આ વીડિયો પર પ્રતિક્રિયા વ્યક્ત કરી અને વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય દ્વારા આવી હરકત કરવાને ખૂબ જ શરમજનક કૃત્ય ગણાવ્યું. જોકે ઘણા પ્રયત્નો છતાં પણ વિધાનસભા અધ્યક્ષ બિસ્વા બંધુ સેન તરફથી કોઈ પણ પ્રકારની કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!