AHAVADANG

ડાંગની સૂચિતા ભોયે ચેસની સ્પર્ધામાં પ્રથમ આવી જિલ્લાનું ગૌરવ વધાર્યુ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા હિલટોપ સોસાયટીનાં રહીશ સુભાષભાઈ ભોયે અને કલ્પનાબેન ભોયે શિક્ષક (આચાર્ય )નાં સુપુત્રી કુમારી સુચિતાબેન.એસ.ભોયે જેઓ બારડોલી મુકામે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા “KASHIS -2023″આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન વિંનર ટ્રોફી મેળવી ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે.આ ડાંગની દીકરી સિવિલ એન્જિનિયરિંગ સ્નાતકનો અભ્યાસ કરી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ડાંગની દીકરીનાં પિતા સુભાષભાઈ ભોયેને પૂજ્ય મોરારીબાપુનાં હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે.ડાંગની દીકરી સૂચિતા ભોયેને ટ્રોફી મળવા બદલ મિત્રવૃંદ અને સહધ્યાપકોમાં આનંદ તથા ગર્વની લાગણી પ્રવર્તી છે.કુમારી સુચિતા ભોયે હવે ચેસની સ્પર્ધામાં રાજ્ય સ્તરે નામ રોશન કરે એવી સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી છે..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!