GODHARAPANCHMAHAL

બી.એડ કોલેજ ગોધરાનો વાર્ષિકોત્સવ ઉજવાયો 

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

શ્રી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન,( બી એડ કોલેજ) ગોધરાનો 53મો વાર્ષિકોત્સવ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ગોધરા તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ,  ગોપાલસિંહ જી. સોલંકી તથા જિલ્લાના યુવાન અને ઉત્સાહી પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકીની ઉપસ્થિતિમાં કોલેજના સદાબા ઓડિટોરિયમમાં યોજાઈ ગયો. જેમાં ગત વર્ષે બી.એડ. પૂર્ણ કરનાર તેજસ્વી તારલાઓનું મેડલ અને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ચાલુ વર્ષે છેલ્લા સેમેસ્ટરના પ્રશિક્ષણાર્થીઓમાં કુમારી નેહલ પુવાર અને વિપુલભાઈ પગીને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.  કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગોપાલસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી પ્રશિક્ષણાર્થીઓને અભ્યાસમાં એકાગ્ર થઈ વધુ ઉત્તમ અભ્યાસ કઈ રીતે કરી શકાય તે સમજાવી. અતિથિ વિશેષ તરીકે આ શિક્ષણ મહાવિદ્યાલય ના પૂર્વ આચાર્ય ડો.જે. ઝેડ. પટેલ સાહેબે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું અને પ્રેરક વાણીમાં પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. અરુણસિંહ સોલંકી સાહેબે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી, પોતાના પ્રેરક પ્રવચનમાં પ્રશિક્ષણાર્થીઓનની કામગીરીને વખાણી ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કેરિયર બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.   કાર્યક્રમના અંતે કોલેજના આચાર્ય ડો. આર. જી. પટેલ સાહેબે પ્રશિક્ષણાર્થીઓને સુંદર કાર્યક્રમ માટે પ્રોત્સાહક આશીર્વચન આપ્યા હતા. જીએસ શ્રી રવીન્દ્ર પગી અને એલઆર નયનાબેન વાલુએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આભારદર્શન ઉત્કર્ષ શર્માએ કર્યું હતું. સંસ્થાનો વાર્ષિક અહેવાલ સૌ સ્ટાફ મિત્રોની મદદથી ડો. ડી. કે. પારેખ દ્વારા રજૂ કરવામાં આવ્યો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!