NATIONAL

‘કેજરીવાલ ચૌર હૈ, ભ્રષ્ટાચારી હૈ તો ઈસ દુનિયામેં કોઈ ઈમાનદાર નહીં : કેજરીવાલ

દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં સીબીઆઈના સમન્સને લઈને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે સીબીઆઈએ તેમને કાલે બોલાવ્યા છે. અને તેઓ જરૂર જશે. પરંતુ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવા માગે છે કે જો કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો આ દુનિયામાં કોઈ પણ એવું નહીં હોઈ શકે જે ભ્રષ્ટાચારમાં આકંઠ ડૂબેલો ના હોય.

પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી કેજરીવાલે ઈડી અને સીબીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યા. કહ્યું કે એક પછી એક વ્યક્તિને પકડવામાં આવે છે અને તેની સાથે મારપીટ કરીને દબાણ બનાવી રાખવામાં આવે છે કે તે દિલ્હીના રાજકારણીનું નામ લે.

સીબીઆઈ તપાસમાં અત્યાર સુધી શું મળ્યું, ખોટું બોલીને સિસોદિયાને ફસાવ્યા. હવે સીબીઆઈ મારી પાછળ પડી છે. છેલ્લા એક વર્ષથી બીજેપી કહી રહી છે કે દિલ્હીમાં શરાબ કૌભાંડ થયું છે. તપાસ એજન્સીઓ બધું છોડીને તપાસ કરી રહી છે. આશા છે કે સાબિતી મળી ગઈ હશે.

મનિષ સિસોદિયાના 14માંથી 5 ફોન એજન્સીઓ પાસે છે. બધા જ ચાલુ છે. તેનો નથી કોઈ ઉપયોગ કરી રહ્યું. આ ઈડી અને સીબીઆઈ બંનેને ખબર છે. બંને તપાસ એજન્સીઓએ કોર્ટને ગુમરાહ કરી છે. મનિષ સિસોદિયાને ફસાવવાનો પ્રયાસ કર્યો અને કોર્ટમાં ખોટું બોલ્યા છે.

ચંદન રેડ્ડીને એટલો માર્યો કે તેનો કાનનો પડદો ફાટી ગયો. એના પર ખોટું નિવેદન આપવા માટે દબાણ બનાવવામાં આવ્યું. તેણે પૂછ્યું કે આખરે ઈડીતરફથી એવું શું દબાણ થઈ રહ્યું છે એનો શું ઈડી જવાબ આપશે?

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!