JETPURRAJKOT

રાજકોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરની પસંદગી માટે ઈન્ટરવ્યુ યોજાયા

તા.૧૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરની પસંદગી માટે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ કોચ દ્વારા ૧૦૦થી વધુ તાલીમાર્થીઓને ૧૦૦ કલાકની ઓફલાઇન ટ્રેનિંગ તેમજ ૭ દિવસીય ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને યોગ ટીચર ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે ગત તા. ૮ અને તા. ૧૩ એપ્રિલના રોજ ઈન્ટરવ્યુ યોજાયા હતા.

આ ઈન્ટરવ્યુ દરમિયાન યોગગુરુશ્રી પ્રકાશભાઈ ટીપરે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન યોગ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, યોગ કોચશ્રીઓ તૃપ્તિબેન પુરોહિત, પારૂલબેન દેસાઈ, ધર્મિષ્ઠાબેન હિંગરાજિયા, ગીતાબેન સોજિત્રા, કલ્પેશભાઈ પાડલિયા, દિપકભાઈ તળાવીયા તેમજ યોગ ટ્રેનર હીનાબેન મોટેરીયા અને હીનાબેન શેઠએ સહકાર આપ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!