BANASKANTHAPALANPUR

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા આયોજિત પ્રખરતા શોધ પરીક્ષામાં સ્વસ્તિક શૈક્ષણીક સંકૂલ ના ત્રણ બાળકો રાજય કક્ષાએ જળકયા

26 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે યોજાયેલ પ્રખરતા શોધ કસોટી માં બનાસકાંઠા જિલ્લાની શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષાણીક સંકુલ સંલગ્ન શ્રી કે.કે. ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા, પાલનપુર શાળાના ૦૩ (ત્રણ) બાળકો (૧) કાપડી જિજ્ઞાની (ર)વાગડોદા પ્રથા દિનેશકુમાર (કુંભલમેર) અને (૩) ફરહાનબાનું લતીફભાઈ પરમાર એમ આ બાળકો પ્રખરતા શોધ કસોટીમાં ગુજરાત રાજયની મેરીટ યાદીમાં આવી ને શાળા અને મંડળનું તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું. શાળાના ડાયરેકટર મહેન્દ્રભાઈ પંચાલ, શાળાના આચાર્ય મણીભાઈ સુથાર અને શાળાના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી જયંતીભાઈ ઘોડા, ઉપ પ્રમુખ પ્રકાશભાઈ ગામી એ ત્રણેય બાળકોને શુભેરછાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!