MEHSANAVIJAPUR

વિજાપુર ના કુકરવાડા પિલવાઈ વસઈ ની શાળાના વિદ્યાર્થીઓ એસપીસી સમર કેમ્પ 2023 માં પ્રવેશ અપાયો

વિજાપુર ના કુકરવાડા પિલવાઈ વસઈ ની શાળાના વિદ્યાર્થીઓ એસપીસી સમર કેમ્પ 2023 માં પ્રવેશ અપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની કુકરવાડા પિલવાઈ વસઈ ની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠ અને ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે યોજાયેલા એસપીસી સમર કેમ્પ 2023 ના સમર કેમ્પમાં જોડાયા હતા જેમાં જીલ્લા પોલીસ દ્વારા દેશમાં સારા નાગરીક બનાવવા માટે તેમજ પ્રમાણિકતા ના ગુણો વધારવા માટે ધોરણ 8 અને ધોરણ 9 માં અભ્યાસ કરતા સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ઓ માંથી 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓ ની સમર કેમ્પ 2023 માટે પસંદગી કરવામાં આવી હતી જોકે ભારત ભરની શાળાઓમાં એસપીસી ની રચના કરવામાં આવી હતી જેમાં દેશને સારા નાગરીકો મળે અને પ્રામાણિકતા નો વિકાસ થાય અને બાળક નો સારા ઘડતર માટે વિકાસ માટે રચના કરવામાં આવી હતી જેની શરૂઆત કેરાલા રાજ્ય થી કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ 2013 માં ગુજરાત રાજ્ય માં પણ એસપીસી ની રચના કરવામાં આવી જેમાં આદર્શ વિદ્યાલય ખાતે સરળ સ્વભાવ આદર્શ વ્યકત્વ ધરાવતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ ની અધ્યક્ષતામાં સ્ટુડેન્ટ પોલીસ કેડેટ ની તાલીમ શિબિર નું અયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં જીતુભાઇ પટેલ દ્વારા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને પ્રામાણિકતા અને શુકન અપ શુકન અંગે માર્ગદર્શન આપ્યુ હતુ અને પર્યાવરણ બચાવ ,વીજળી બચાવ ,પાણી બચાવ,અન્ન નો બગાડ અટકાવીશ , અને ઉમદા વિચારો સાથે વૃક્ષો વાવીશ વગેરે ના શપથ લેવડાવ્યા હતા શુકન અપ શુકન ના મામલે ઘરના પ્રસંગે 1800 જેટલી વિધવા બહેનો ને બોલાવી ને શુકન અપશુકન ની માન્યતા ને રદ્દ કરી હતી તેમજ પિલવાઈ કુકરવાડા વસઈ ની શાળાઓ માં ભણતા વિદ્યાર્થીઓ વિધાર્થીનીઓ ને એસપીસી સમર કેમ્પ 2023 માં પ્રવેશ અપાયો હતો આ પ્રસંગે ડીવાયએસપી દીનેશસિંહ ચૌહાણ તેમજ પીઆઇ એસ એસ નિનામા કલાકાર અજય બારોટ તેમજ પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!