KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ની બાકરોલ પ્રા. શાળાના મુખ્ય શિક્ષક નુ ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર થી સન્માન.

તારીખ ૨૮ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

મૂછાળી માં નાં નામથી શિક્ષણ ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ ગિજુભાઈ બધેકા ની હાલમાં ૧૨૫ માં જન્મદિવસની ઉજવણી ગુજરાતભર માં થઇ રહી છે ત્યારે ટીમ મંથન ગુજરાત અને સ્કૂલ એકેડમી કેરાલા નાં સહયોગ થી ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય સન્માન કાર્યક્રમ ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો જેમાં ભારત નાં ૧૬ રાજ્યમાંથી ૧૨૦ ઇનોવેટિવ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પંચમહાલ જિલ્લા ની કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં છેલ્લા દશ વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા સતિષભાઈ પ્રજાપતિ નાં ઇનોવેટિવ કાર્યો તેમજ શાળા લક્ષી કાર્યો ને ધ્યાને લઇ તેમની પસંદગી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પારિતોષિક દિનેશભાઇ માળી તેમજ ચંદુભાઈ નાં વરદ હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર,મેડલ અને પેન દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.સાથે મારાં ધર્મપત્ની કલ્પનાબેન ની વિશેષ ઉપસ્થિતી બદલ શાલ,મેડલ અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવતા ખુબજ આનંદ અનુભવાય છે. શાળા અને બાળકોના ઇનોવેટિવ કામાર્થે સન્માન મળતાં આ સન્માન બાળકોને અર્પણ કરતાં ખુબજ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!