AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ

રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયુ છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાહેર પરિણામ જાહેર કર્યુ હતું. ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયુ છે. રાજ્યમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જાણી શકાયુ હતું.

મોરબીના હળવદનું સૌથી વધુ પરિણામ

ધોરણ 12માં 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ અને સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ આવ્યુ છે. રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ જ્યારે 76 શાળાઓનું પરિણામ 10 ટકાથી પણ ઓછું આવ્યું છે. રાજ્યમાં જાહેર થયેલા પરિણામમાં અમદાવાદ શહેરનું 65.62 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 69.92 ટકા અને એ- ગ્રુપનું 72.27 ટકા, બી- ગ્રુપનું 61.71 ટકા તેમજ એબી ગ્રુપનું 58.62 ટકા પરિણામ આવ્યું હતું

ગુજરાતી માધ્યમનું 65.32 ટકા પરિણામ

ગુજરાતી માધ્યમનું 65.32 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જાહેર થયુ છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. આ સાથે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 6188 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 11,984 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 19,135 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 24,185 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 8975 વિદ્યાર્થીઓને D ગ્રેડ, 115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!