ARAVALLIBHILODA

ભિલોડા :ઢોર માર મારનાર ભિલોડા પોલીસકર્મીઓ સામે SP એ તપાસના આદેશ આપ્યા, યોગ્ય કાર્યવાહી થશે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા :ઢોર માર મારનાર ભિલોડા પોલીસકર્મીઓ સામે SP એ તપાસના આદેશ આપ્યા, યોગ્ય કાર્યવાહી થશે

કાયદો હાથમાં લઇ બેરરહેમી પૂર્વક તૂટી પડેલા 4 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાન સામે ન્યાયીક તપાસ કરવામાં આવેની લોક માંગ ભિલોડા પોલીસકર્મીઓ એ ઢોર માર મારી 1.80 લાખ રૂપિયા પડાવી લીધાની આક્ષેપ સાથે અરજી કરનાર પરભુલાલ હિંમતનગર પોલીસ ચોપડેવોન્ટેડ બુટલેગર હોવાની ચર્ચા ચકડોરે ચઢી છે ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ બચવા માટે વહીવટદારોના શરણે..!

ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર બુઢેલી નજીક પસાર થતા સામેથી સ્વીફ્ટ કારમાં આવેલા પોલીસકર્મી નલીનકુમાર બાબુભાઈ, જતીન અનિલભાઈ વાઘેલા,જીતુભાઇ સુવેરા અને હરીશભાઈ ભગોરા તેમજ એક હોમગાર્ડે રાજસ્થાનના ગતરાલી ગામના પરભુલાલ નાનજી દરંગાએ બુઢેલી નજીક તેમની કાર અટકાવી ઢોર મારમારી 1.80 લાખ રૂપિયા પડાવી લઇ ખોટા ગુન્હામાં ફસાવી દઈ જેલમાં પુરી દેવાની ધમકી આપી હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ સાથે જીલ્લા પોલીસવડાને અરજી કરતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી હતી આ અંગેના સમાચાર વાત્સલ્યમ માં પ્રસિદ્ધ થતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે તપાસના આદેશ આપ્યા હતા

અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતે  જણાવ્યું હતું કે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર કર્મીઓ અને હોમગાર્ડ વિરુદ્ધ રાજસ્થાનના બે શખ્સને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પીડિતે કરેલ લેખિત અરજી મળી છે અને આ અંગે પીઆઇને તપાસ સોંપવામાં આવી છે જો પોલીસકર્મીઓની ભૂમિકા બહાર આવશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશેની માંગ કરી હતી

ભિલોડા પોલીસ સ્ટેશનના પી આઈ ગરાસિયા સાહેબ સાથે ટેલિફોનિક વાતચિત કરતા જણાવ્યું હતું કે આ બાબતે જે જિલ્લા પોલીસ વડાને જે અરજી કરી છે તે અરજી મને આજે મળી છે અને આ બાબતે હાલ તપાસ ચાલુ છે અને જો આ બાબતે કોઈ પણ માહિતી બહાર આવશે તો તટસ્થ રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!