RAJKOTRAJKOT CITY / TALUKO

રાજકોટના ઇતિહાસમાં ડ્રગ્સ તસ્કરીનું સૌથી મોટું રેકેટ, ઝડપાયું 214 કરોડનું ડ્રગ્સ

રાજકોટના ઇતિહાસમાં ડ્રગ્સ તસ્કરીનું સૌથી મોટું રેકેટ ઝડપાયું છે. આ ડ્રગ્સ રેકેટની માહિતી મળતા જ ગુજરાત ATSએ 11મેની રાતથી જ રાજકોટ – જામનગર હાઈવે પર પડધરી ગામ નજીક કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાત ATSએ 214 કરોડની કિંમતનું 31 કિલો હેરોઇન ડ્રગ્સ કબજે કર્યું હતું અને ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ આજે 12મેએ ગુજરાત ATSએ આ ડ્રગ્સ તસ્કરીમાં સંકળાયેલા એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. આ આરોપી નાઈજીરિયાનો નાગરિક છે અને તેનું નામ ઇકવું નાઈફ મર્સી છે.

આ કરોડોનું ડ્રગ્સ પાકિસ્તાનથી મંગાવવામાં આવ્યું હતું અને દિલ્હી મોકલવાનું હતું, જો કે ગુજરાત ATSએ ડ્રગ્સ તસ્કરોના તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. અહીં એક ચોંકાવનારી વાત એ છે કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ રાજકોટમાં આવી ગયું તો રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ શું કરતી હતી?

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!