SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૬ મેના રોજ એમ.પી શાહ કોલેજથી ટાવર સુધી ‘યોગ પદ યાત્રા’ યોજાશે.

તા.13/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ જાગરૂકતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનાં ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,સુરેન્દ્રનગરના સંયુક્ત આયોજનથી જિલ્લા ન્યાયાલય ખાતે સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક સુધી યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરના ચેરમેન પી. એસ. ગઢવી, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ બી. કે. બારોટ, સુરેન્દ્રનગરના ન્યાયાધીશઓ, બાર એસોસિએશનના પ્રમુખ જી. ડી. ઝાલા, કોર્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિતનાં વકીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.યોગ શિબિરમાં ચેરમેન પી. એસ.ગઢવીએ વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ અને પ્રાણાયામના મહત્વ વિશે વિસ્તૃત વાત કરતા યોગને જીવન શૈલીનો ભાગ બનાવી તેનો નિયમિત અભ્યાસ કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો આ સમગ્ર શિબિરનું સંચાલન જિલ્લા યોગ કો – ઓર્ડીનેટર નીતા દેસાઈએ કર્યું હતું શિબિરમાં યોગ કોચ સર્વે ઘનશ્યામભાઈ ચાવડા, અંજનાબેન કવા, ઇલાબેન કવા અને યોગ ટ્રેનર જયરાજસિંહ મોરી દ્વારા વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરના સેક્રેટરી ડી. ડી. શાહ સાહેબે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તા.૧૬/૦૫/૨૦૨૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાશે આ ઉપરાંત સવારે ૬:૦૦ થી ૮:૦૦ સુધી એમ.પી શાહ કૉલેજથી ટાવર સુધી ‘યોગ પદ યાત્રા’ યોજાશે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!