JUNAGADHMANGROL

માંગરોળમાં અપહરણ અને દુષ્કમૅના ગુનામાં છેલ્લા દસ મહિનાથી ફરાર આરોપીને મહારાષ્ટ્રમાંથી કાઇમ બાન્યની ટીમે દબોચી લીધો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ મરીન વિસ્તારના અપહરણ તથા બળાત્કારના ગુનામાં છેલ્લા દસ મહિનાથી ફરાર આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લામાંથી જૂનાગઢની કાઇમ બાન્યની ટીમે ઝડપી પાડયો હતો.

એલસીબી સ્ટાફના માણસો આરોપીને પકડવા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધમાં હતા.ત્યારે માંગરોળના એક ગામમાં ફરીયાદીની સગીર દીકરીને કોઇ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હોવાનો ગુનો માંગરોળ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતો.

જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીની ખાનગી માહિતી એલસીબીને માંગરોળ તાલુકામાંથી સગીર વયની દિકરીને ભગાડી જનાર હરીદાસ મારૂતી ધુગે રહે.આનંદવાડી ,મહારાષ્ટ્ર વાળો જે છેલ્લા દસ મહિનાથી નાસતો ફરે છે. તે હાલ તેના કુટુંબી ભાઇ સુનીલ ધુગે સાથે મજુરીકામ કરે છે. તેવી માહિતી મળી હતી.

એલસીબીની ટીમે ટેકનીકલ સોસૅના માધ્યમથી તપાસ કરતા ઇસમ મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લા વિસ્તારમાં આવેલી ઓઇલ મીલ ખાતે મજુરીકામ કરતો હોવાની હકીકત મળતા તાત્કાલિક એલસીબી ટીમ સાથે મહારાષ્ટ્ર રાજ્યમાંથી સગીર વયની દીકરીને ભગાડી જનાર અને બળાત્કારના આરોપી હરીદાસ મારૂતી ધુગેને પકડી માંગરોળ મરીન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે .

——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!