HALVADMORBIMORBI CITY / TALUKO

જગદીશ ત્રિવેદીએ કેનેડાનાં પ્રથમ પાંચ કાર્યક્રમ દ્રારા કૈલાસ કેન્સર હોસ્પિટલ – ગોરજને ૪૨,૦૦,૦૦૦/- બેતાળીસ લાખ રૂપિયાનું દાન કર્યું

જગદીશ ત્રિવેદીએ કેનેડાનાં પ્રથમ પાંચ કાર્યક્રમ દ્રારા કૈલાસ કેન્સર હોસ્પિટલ – ગોરજને ૪૨,૦૦,૦૦૦/- બેતાળીસ લાખ રૂપિયાનું દાન કર્યું

જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક જગદીશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડાના પ્રવાસમાં છે. એમણે કેનેડાનાં પ્રથમ પાંચ કાર્યક્રમો દ્રારા બેતાળીસ લાખ રુપિયા જેવી માતબર રકમ એકઠી કરીને મુની સેવા આશ્રમ ગોરજના કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરને દાન કરેલ છે.

એમણે હેમિલ્ટન,ટોરોંટો,સાસ્કાટૂન,રજાઈના અને બ્રેન્ડન એમ કેનેડાનાં કુલ પાંચ શહેરમાં હાસ્યનો કાર્યક્રમ કરીને અનુક્રમે ૧૨,૦૦૦, ૩૦,૦૦૦, ૭,૭૦૦, ૮,૯૦૦ અને ૧૦,૦૦૦ કેનેડીયન ડોલર મળીને કુલ ૬૮,૬૦૦ ડોલર એટલે કે ભારતના ૪૨,૦૦,૦૦૦/- બેતાળીસ લાખ રુપિયાનું દાન *કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર – ગોરજ* ને કરેલ છે.

જગદીશ ત્રિવેદી હજું કેનેડામાં બીજા ત્રણ અને અમેરિકામાં સાત મળીને દસ કાર્યક્રમો કૈલાસ કેન્સર હોસ્પિટલ માટે કરશે. આમ કુલ પંદર કાર્યક્રમો દ્રારા આશરે દોઢ કરોડ જેવી માતબર રકમ આ સંસ્થાને દાન કરશે એવી એમને શ્રદ્ધા છે.

મુની સેવા આશ્રમ – ગોરજ તરફથી હેમંતભાઈ પટેલ, ડો. યોગેન્દ્ર પટેલ -અમેરીકા અને અશોકભાઈ પટેલ- કેનેડા આ તમામ કાર્યક્રમોમાં જગદીશ ત્રિવેદી સાથે રહી સંકલન કરી રહ્યા છે.

વિશાલ જયસ્વાલ હળવદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!