AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 29 માર્ચ સુધી ધોરણ 10ની પરીક્ષા યોજાઈ હતી. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક જાન્યુઆરીમાં યોજાયું હતું. ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 70.62 ટકા આવ્યું છે તો વિદ્યાર્થીઓનું પરિણામ 59.58 ટકા આવ્યું છે.
રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર બન્યું છે, આ કેન્દ્રનું પરિણામ 95.92 ટકા આવ્યું છે તો બીજી તરફ સૌથી ઓછું પરિણા ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવણી કેન્દ્ર છે, આ કેન્દ્રનું પરિણામ 11.94 ટકા આવ્યું છે.

આ વર્ષે પરીક્ષા દરમ્યાન ગેરરીતિના 30 કેસ નોંધાયેલ હતા. જ્યારે CCTV કેમેરા અને ટેબ્લેટ્સના વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક રીતે ગેરરીતિમાં સામેલ જણાતા 681 પરીક્ષાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવેલ છે, જેની રૂબરૂ સુનાવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ છે. રાજ્યની 272 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે, તો બીજી તરફ 157 શાળાઓનું 0 ટકા પરિણામ આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!