AVASANNONDH-BESNUBIRTHDAY

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘મિષ્ટી’’ પ્રોજેક્ટ અન્વયે નવલખીના દરિયાકાંઠે ૨ હેકટર વિસ્તારમાં ચેરનું વાવેતર કરાશે

તા.૩૧ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

તા. ૫ જૂન, ૨૦૨૩ એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના રોજ ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા MISHTI (મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબીટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ) કાર્યક્રમ અન્વયેદરિયાકિનારો ધરાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા ૭૫ સ્થળોએ મેન્ગ્રોવ પ્લાન્ટેશન / પુનઃ સંગ્રહ અભિયાન હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ ૧૧ જિલ્લાઓમાં ૨૫ સ્થળે ‘‘મિષ્ટી’’ કાર્યક્રમ હેઠળ મેન્ગ્રોવ (ચેર)નું વાવેતર કરવામાં આવશે.

દરિયાકિનારાના પ્રદેશોમાં પર્યાવરણ સંરક્ષણ માટે ચેર ખૂબ જ મહત્વનું હોવાથી કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘‘મિષ્ટી’’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. નવેમ્બર, ૨૦૨૨માં ઇજિપ્તમાં આયોજિત યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ માટે ૨૭મી કોન્ફરન્સ ઑફ પાર્ટી (COP27) દરમિયાન શરૂ કરાયેલા મેન્ગ્રોવ એલાયન્સ ફોર ક્લાઇમેટમાં ભારત જોડાયા બાદ “MISHTI” પ્રોજેક્ટનું આયોજન કરાયું છે.

‘‘મિષ્ટી’’ કાર્યક્રમ પાંચ વર્ષમાં (વર્ષ ૨૦૨૩થી વર્ષ ૨૦૨૮) નવ દરિયાકાંઠાના રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ૫૪૦ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે. ૪.૫ મિલિયન ટન કાર્બનના અંદાજિત કાર્બન સિંક સાથે લગભગ ૨૨.૮ મિલિયન માનવ-દિવસ બનાવાશે. પ્રાકૃતિક પર્યટન અને સ્થાનિક સમુદાયોની આજીવિકા માટે પણ મદદરૂપ બનશે.

દેશનો સૌથી વધુ લાંબો દરિયાકાંઠો(૧૬૬૪ કિલોમીટર) ધરાવતા ગુજરાતના મોરબી જિલ્લાના નવલખી દરિયાઈ વિસ્તારની દરિયાઈ જીવસૃષ્ટિ તથા યાયાવર પક્ષીઓ અને દરિયાનું ધોવાણ અટકાવવા માટે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેનાથી સુનામી, વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે સુરક્ષાકવચ ઉપલબ્ધ થશે, તથા બહોળા પ્રમાણમાં કાર્બનનો સંગ્રહ કરીને પર્યાવરણનું સંરક્ષણ કરી શકાશે.

ભારતભરમાં ચેર આવરણમાં બીજો ક્રમ ધરાવતા ગુજરાતમાં ‘‘મિષ્ટી’’ પ્રોજેક્ટ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામમાં કાસમપીર દરગાહ પાસે નવલખી દરિયાઇ-જંગલ વિસ્તારમાં સવારે ૧૦.૦૦ વાગ્યે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ૨ હેકટર જેટલા વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવશે. તેમ જિલ્લા નાયબ વન સંરક્ષક અધિકારીશ્રી ચિરાગભાઈ અમીનની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!