MORBIMORBI CITY / TALUKO

ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ- જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવયુ

ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ- જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવયુ

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા ધારાસભ્ય દુલભજીભાઇ દેથરીયાએ ટંકારા થી, જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા નું મંજુર કરી ટુક સમયમાં સર્વે અને કામગીરી હાથ ધરવા સૂચના આપેલ છે.ટંકારા તાલુકો જાહેર થયા બાદ બાવિશ વર્ષ બાદ બસ સ્ટેન્ડ મળ્યું પરતું ખાટલે મોટી ખોટ પડી કે ઓવરબ્રિજના કારણે લાખોના ખર્ચે તૈયાર બસ સ્ટેન્ડ એક તરફી સગવડીયુ બન્યું. રાજકોટ કે જામનગર થી આવતી તમામ બસો બસ સ્ટેન્ડ મા જાય છે પરંતુ મોરબી તરફથી આવતી બસ, બસ સ્ટેન્ડ માં જતી નથી. લતીપર ચોકડીએ મુસાફરો માટે એજ ઠંડી ગરમી અને વરસાદમાં ખુલ્લા આકાશ નિચે ઉભા રહી ધુળ ડમરીઓ ખાવાનો વખત ચાલી રહો છે.

આ પ્રશ્ને ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને આ અંગે ધ્યાન દોરતા તાકીદે એસ ટી વિભાગ સાથે સંપર્ક કરી આ સમસ્યાનું સમાધાન ગોતી લતીપર ચોકડી પાસે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવવા અને તાકીદે સર્વે અને કામ શરૂ કરી પ્રજાના પશ્રને પડતી પરેશાની હલ કરવા કવાયત હાથ ધરી છે.આ નિર્ણયને પગલે ટંકારા વાસી ઉપરાંત વિધાથી એકતા સંગઠન, વેપારીઓ,કાર્યકરો નોકરીયાત વિધાર્થીઓ અને મુસાફરોએ ચૌમેરથી ધારાસભ્ય દુલભજી દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો છે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવયુ હોય લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!