NATIONAL

નોકરી ન્યાય મેળવવામાં અડચણ બનશે તો અમે તેને દસ સેકન્ડમાં છોડીશું, નોકરીનો ડર ન બતાવો

દિલ્હીમાં પહેલવાનોના આંદોલનના ત્રણ મુખ્ય ચહેરા બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે પોતાની જોબ પર પરત ફરવાના સમાચારો વચ્ચે ટ્વિટ કર્યું છે. ત્રણેય પહેલવાનોએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું કે અમારા મેડલની કિંમત 15-15 રૂપિયા હોવાનું કહેનાર, અમારી નોકરીને પાછળ પડી ગયા છે. અમારી જીંદગી દાવ પર લાગી ગઈ છે, તેની સામે નોકરી ખૂબ જ નાની વસ્તુ છે. જો નોકરી ન્યાયના રસ્તામાં અડચણ બને છે તો તેનો ત્યાગ કરવામાં અમે દસ સેકન્ડનો પણ સમય નહીં લગાવીએ. અમને નોકરીનો ડર ન બતાવશો.

https://help.twitter.com/en/twitter-for-websites-ads-info-and-privacy

સાક્ષી મલિકે કહ્યું કે સત્યાગ્રહની સાથે-સાથે તે રેલવેમાં પોતાની જવાબદારી નિભાવી રહી છે. તેણે આ સ્પષ્ટતા ત્યારે કરી છે જ્યારે એવા સમાચાર વહેતા થયા હતા કે સાક્ષી પહેલવાનોના આંદોલનમાંથી પાછળ હટી ગઈ છે. તેણે આ સમાચારને ખોટા ઠેરવ્યા છે અને કહ્યું કે ન્યાયની લડાઈમાં અમારા પૈકીનું ન કોઈ પાછળ હટ્યું છે અને ન કોઈ હટશે. આ દરમિયાન કુશ્તી મહાસંઘની દેખરેખ સમિતિની સભ્ય રહી ચુકેલી બબીતા ફોગાટે પહેલવાનોના આંદોલન પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે લોકો પહેલવાનોનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમણે કાયદાકીય પ્રક્રિયા અને સિસ્ટમ પર ભરોસો રાખવો જોઈએ. સરકાર આ મુદ્દાના સમાધાન માટે બધુ કરી રહી છે. હું હમેશા પહેલવાનોની સાથે છું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!