MORBIMORBI CITY / TALUKO

યોગ્ય માવજત થકી કપાસના પાકમાં થતા રોગ નિવારી શકાય

યોગ્ય માવજત થકી કપાસના પાકમાં થતા રોગ નિવારી શકાય

ઈયળ જીવાતોથી કપાસના પાકનું સંરક્ષણ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની માર્ગદર્શિકા

કપાસની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી સમયે યોગ્ય પગલાં લેવા વીશે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વી. કે. ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જે મુજબ અગાઉ પાક પુરો થઇ ગયા બાદ કપાસનાં ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળી અને જીંડવા ભેગા કરી નાશ કરવો. શકય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ કોશેટા નાશ પામે છે. જીવાત પ્રતિકારક જાતોમાં જીવાતોનો ઉ૫દ્રવ ઓછો લાગતો હોવાથી દવા છંટકાવ અને અન્ય ખર્ચ બચે છે અને ૫ર્યાવરણને નુકસાન કર્યા વિના વધુ ઉત્પાદન મેળવી શકાય છે. કપાસની બીટી જાતોનું વાવેતર કરતા હોય તો સરકાર માન્ય તથા પેક-ટીનમાં બિયારણ ખરીદીને તેમાં દર્શાવેલ માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું. અધિકૃત /માન્ય બીટી કપાસની સંકર જાતોનું બિયારણ ખરીદવું.

ભારત સરકારશ્રી દ્વારા માન્ય થયેલ અને ગુજરાત રાજ્યમાં થયેલ ચકાસણીના પરિણામોનાં આધારે રાજ્યમાં વાવેતર માટે રજીસ્ટર્ડ થયેલ બીટી સંકર જાતોનું વાવેતર કરવું. ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસનાં બિયારણ (૪૭૫ગ્રામ)માં જ ૫% નોન બીટી (રેફ્યુજીયા) બિયારણને મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે જેનું વાવેતર કરવાની ભલામણ છે.

કપાસમાં ગુલાબી ઇયળનાં આક્રમણથી બચવા માટે પ્રથમ સારા વરસાદે વાવેતર કરવું. કપાસનું વાવેતર શક્ય તેટલું વહેલા કરવાથી ચૂસીયાં પ્રકારની જીવાતોનું આક્રમણ ઓછું જોવા મળે છે. ખેત ઓજારો જેવાં કે હળ-લાકડા, કરબ, ટ્રેક્ટર વગેરેને ચીક્ટો ઉપદ્રવીત ખેતરમાં ઉપયોગ કર્યા પછી તંદુરસ્ત ખેતરમાં ખેડ કરવા જતા પહેલાં પાણીનાં ફુવારાથી બરાબર સાફ કરીને ઉપયોગ કરવો.

કપાસનાં ખેતરમાં મકાઇની છાંટ નાખવાથી જીવાતના કુદરતી નિયંત્રકોની વૃધ્ધિમાં વધારો થાય છે. ખેતરની એક બાજુ ૧ કે ૨ ગૂંઠામાં પરજીવી-પરભક્ષી કીટકો માટેનું અભયારણ્ય (એન્ટોમોફેઝ પાર્ક) બનાવવું. લશ્કરી ઈયળની માદા ફૂદી કપાસ કરતા દિવેલાનાં પાન પર ઈંડા મુકવા વધુ ૫સંદ કરતી હોવાથી કપાસના પાક ફરતે દિવેલાની વાવણી કરવી. કપાસના ખેતરની ફરતે ગલગોટાની વાવણી કરવાથી લીલી ઈયળનુ ફૂદુ ગલગોટાના ફૂલ તરફ આકર્ષિત થાય છે અને ફૂલ ૫ર પોતાના ઈંડા મૂકે છે. ગલગોટાનાં ફૂલને ઈંડા તથા ઈયળ સહિત તોડી લેવાથી ઈયળથી થતુ નુકસાન કાબુમાં રાખી શકાય છે. કપાસની દર દસ હાર ૫છી એક હાર મકાઈ, ગલગોટા, જુવાર, કઠોળ પાકો વાવવાથી કપાસની જીવાતોના ૫રજીવી/પરભક્ષી જેવા કે, દાળીયા અને ક્રાયોસોપાની જાળવણી કરી શકાય છે. કપાસની ફરતે શણની એક હાર વાવવાથી કાતરાના નુકશાનને અટકાવી શકાય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!