JETPURRAJKOT

મિત્ર સાથે લગ્ન કરવા માતાપિતાનું ઘર છોડનાર સગીરાને સુરક્ષિત ઘરે પહોંચાડતી અભયમની ટીમ

તા.૧૭ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાજય સરકારે અમલી બનાવેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓને વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે.

રાજકોટની સગીરાની બહેનપણીએ ૧૮૧ ને ફોન કરીને બોલાવ્યા બાદ કાઉન્સેલર વૈશાલીબેન ચૌહાણ, કોન્સ્ટેબલ પ્રીતિબેન ચાવડા અને ડ્રાઈવર ભાવિનભાઈ ઘટના સ્થળે પહોંચી સગીરાની વિગતો જાણતાં ખબર પડી કે પુરૂષ મિત્ર સાથે ચાર વર્ષથી પ્રેમસંબધમાં રહેલી સગીરાને તેની સાથે લગ્ન કરવા હતા. પરંતુ સગીરાના ઘરનાં સભ્યોને આ સંબંધ મંજૂર ન હોવાથી ઘરના સભ્યોની હેરાનગતિને લીધે સગીરા રાત્રે ત્રણ વાગ્યે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. અભયમ ટીમના કાઉન્સેલર વૈશાલીબેને સગીરાને અને તેના માબાપને સમજાવીને ભવિષ્યમાં આવુ પગલું ન ભરવા સમજાવ્યા હતા.

આમ, અભયમની ટીમે અણસમજુ યુવતીને તેના મિત્ર માટે લાગણીવશ થઈને ઘર છોડતા શાંતિ અને સમજદારી પૂર્વક સમજાવી અને યુવતીને તેના માતા પિતા સાથે મિલાપ કરાવ્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!