JETPURRAJKOT

વિશ્વ યોગ દિવસ નિમિતે જેતપુર શહેર અને જેતલસરમાં યોગ સાધનાના કાર્યક્રમો યોજાયા

તા.૨૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ સાધનાથી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય મેળવવા માટે જેતપુર તાલુકામાં સમૂહ યોગ સાધનાના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જેતપુર શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને જેતલસર ગામ હાઈસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં “યોગ ” ના વિવિધ આસનો યોગ સાધનાના માસ્ટર ટ્રેનર્સ ડો. ભૂવા તેમજ સહાયક યોગ ટીચર દ્વારા કરાવવામાં આવ્યા હતા અને યોગની વિસ્તૃત માહિતી આપી બહોળી સંખ્યામાં ઉપસ્થિત યોગ માટે આવેલ ભાઈઓ તથા બહેનો તેમજ પોલીસ જવાનો રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારી-અધિકારીશ્રીઓને યોગાની જાણકારી આપી યોગ કરાવ્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આપેલ વીડિયો સંદેશ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ યોગ દિવસ કાર્યક્રમનું સીધુ પ્રસારણ કરાયું હતું

જેતપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં નગરજનો સાથે અગ્રણીશ્રી દિનકર ગુંદરિયા, શ્રી રમેશ જોગી, શ્રી બાબુલાલ ખાચરિયા સહિત આગેવાનો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મામલતદાર શ્રી કિશોર અધેરા અને શ્રી દિનેશ ગીનીયા, ચીફ ઓફિસર શ્રી અશ્વિન ગઢવી, બ્લોક હેલ્થ અધિકારી શ્રી કુલદીપ સાપરિયા તાલુકા પોલીસ સ્ટેશન તેમજ શહેર પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહી યોગ સાધનામાં જોડાયા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!