JETPURRAJKOT

ત્રંબા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

તા.૨૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીત્તે એઈમટ્રોન ફાઉન્ડેશન (USA) અને પોપ્યુલર સ્કૂલ કસ્તુરબાધામ, ત્રંબાના સયુંક્ત ઉપક્રમે યોગમય આંતરરાષ ઉજવણી કરવામાં આવી હતી. “યોગ એ ફકત યોગ નહિ પણ આપણી જીવનશૈલી છે” તેવા ભાવ સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે, જીવનમાં નિયમિત યોગનું મહત્વ, યોગના ફાયદા અનેકવિધ રોગની સામે રક્ષણ વગેરેની વિસ્તૃત સમજણ સાથે બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે યોગ શિક્ષકશ્રી ચંદ્રેશભાઈ દ્વારા યોગ નિદર્શન કરાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકશ્રી શર્મિલાબેન બાંભણિયા, શ્રી સરોજબેન મારડિયા, શિક્ષકગણ, એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ચાલતા સિવણ ક્લાસના તાલીમાર્થી બહેનો તેમજ ૫૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ઉત્સાહથી યોગામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકા સ્થિત એઈમટ્રોન ફાઉન્ડેશનના સ્વપ્ન દ્રષ્ટાશ્રી મુકેશભાઈ વસાણીની દિર્ઘદૃષ્ટિથી સંસ્થા દ્વારા નિ:શુલ્ક આરોગ્યલક્ષી, શિક્ષણ, સેલ્ફ ડિફેન્સ, સ્કિલ ડેવલોપમેન્ટ,અને રોજગારલક્ષી સહિત અનેકવિધ કાર્યક્રમો કરવા બદલ સંસ્થાને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!