JETPURRAJKOT

માનસિકતામાં બદલાવ એ જ નિવારણ” ગર્ભ પરીક્ષણ અને સ્ત્રીભૃણ હત્યા અટકાવવા સતત પ્રયત્નશીલ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ

તા.૨૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લોકોની માનસિકતામાં બદલાવ લાવવા નવતર પહેલ: સાસુ અને વહુની સંયુક્ત મિટિંગ યોજાઈ

ગેરકાયદે ગર્ભ પરીક્ષણ સામે જાગૃતિ આવે અને સમાજમાં મહિલા અને પુરૂષનું પ્રમાણ સરખું થાય તથા સ્ત્રી ભૃણ હત્યા અટકે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીનાં દિશાનિર્દેશ મુજબ આરોગ્ય વિભાગનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નિલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે.

લોકોની માનસિકતામાં બદલાવ લાવવા માટે જેતપુર તાલુકાનાં પીઠડીયા ખાતે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા નવતર પહેલ હાથ ધરી સાસુ અને વહુની સયુંકત મીટિંગ યોજવામાં આવી હતી. “ધિ પ્રી – નેટલડાયોગ્નોસ્ટીક એકટ – પી.એન.ડી.ટી.૧૯૯૪” અન્વયે ગર્ભનું જાતીય પરીક્ષણ કરવા ઉપર પ્રતિબંધ છે. ગર્ભસ્થ શિશુ પુત્ર છે કે પુત્રી તે જાણવા માટે અલ્ટ્રા સોનોગ્રાફી એમ્નીઓસેન્ટેસીસનો ઉપયોગ કરવો એ કાનૂની સજાને પાત્ર ગુનો છે.

આ અંગે જેતપુર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયાનાં જણાવ્યા અનુસાર, પીઠડીયા હેલ્થ એન્ડ વેલેનેસ કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી ઉર્વશીબેન મહેતા તથા ફીમેલ હેલ્થ વર્કરશ્રી લખીબેન દ્વારા હાલમાં સગર્ભા હોય તેવી બહેનો સહ તેમનાં સાસુઓની સંયુક્ત યોજાયેલી આ મિટિંગમાં ભૃણ પરીક્ષણ અટકાવવા અને સ્ત્રી જન્મને વધાવવા ઉપર ભાર મુકાયો હતો. સમાજમાં સ્ત્રી જન્મદરનું જાતીય પ્રમાણ સરખું થાય તે માટે “દીકરો દિકરી એક સમાન” માનીને ક્યારેય પણ જાતીય પરીક્ષણ ગેરકાયદેસર રીતે ન કરાવવા માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભાની જવાબદારી પૂરા પરિવારની હોય છે ત્યારે તમામ જરૂરી તપાસ, દવાઓ, યોગ્ય આહાર દ્વારા સલામત પ્રસૂતિ, બાળકના જન્મ પહેલાં અને જન્મ પછી એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીની સંભાળ જેવી તમામ જરૂરી માહિતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!