CHIKHLINAVSARI

ખંભાલિયા ગ્રામપંચાયત દ્વારા ગટર સાફ કરવામાં આવી છતાં પ્રથમ વરસાદે ગટરમાં પાણી ઉભરાયું

ગટરની યોગ્ય સફાઈના અભાવે તેમજ ખુલ્લી ગટરોને કારણે હાલમાં સતત વર્ષીરહેલા વરસાદને કારણે ગટરીયા પુરની દહેશત

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ઉનાઈ: ખંભાલિયા ગામે પ્રિમોન્સૂન કામગીરીને લઈ 70 હજારના ખર્ચે ગટરો સાફ કરવામાં આવી જેમાં હાલમાં સતત વર્ષી રહેલા વરસાદમાં મંદિરની સામે આવેલી ખંભાલિયા ગ્રામપંચાયતની ગટરમાં કચરાને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા ગટરનું પાણી ઉભરાઈ ગયું હોય જેથી ગટરો ની સફાઈને લઈ વાસ્તવિકતા કઈ અલગ દેખાઈ રહી છે જો આવનાર દિવસોમાં અવિરત વરસાદ વર્ષે તો ગટરીયા પુર આવવાની અહીંના સ્થાનિકોમાં દહેશત ફેલાઈ રહી છે ખંભાલિયા ગ્રામપંચાયતની વર્ષોથી પાણી નિકાલ માટે ગટરોનું પ્રશ્ન ઉદભવી રહ્યો છે જેમાં ગામમાં અનેક જગ્યાએ તૂટી ગયેલ હાલતમાં ખુલ્લી ગટરો નજરે પડે છે જેમાં પૂષ્કાળ પ્રમાણમાં કચરો ઉભરાતો જોવા મળે છે તેમજ મંદિરના ગેટ સામે ખુલ્લી ગટરો પર અનેક ખાણીપીણીની લારીઓ ચાલતી હોય છે જેમનો ખાણીપીણીનો તમામ કચરો ગતરોમાં ઠલવાતો હોય છે જે વાત થી ખંભાલિયા ગ્રામપંચાયત વાકેફ હોવા છતાં ખંભાલિયા ગ્રામપંચાયતના નપાણીયા વહીવટને કારણે દર વર્ષે ગટરોની સાફસફાઈને લઈ ગ્રામપંચાયત દ્વારા ગટરો સાફ કરવાના હજારો રૂપિયા ખર્ચ કરવાનું માત્ર રટણ કરી રહ્યું છે આ વર્ષે ગ્રામપંચાયત દ્વારા ગટર સાફસફાઈ માટે 70 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ભર વરસાદે અનેક ગટરોને લઈ વાસ્તવિકતા કઈ અલગ દેખાઈ રહી છે ખંભાલિયા ગ્રામપંચાયના અનેક સળગતા પ્રશ્નોને કારણે ગ્રામજનો દ્વારા આ વખતે યુવા સરપંચને તક આપી હોય છતાં ગામની સમસ્યાનું સમાધાન કરવામાં ગ્રામપંચાયત પોતાની કુશળતા સાબિત કરી શક્યું નથી જેથી આવી ખુલ્લી ગટરો તેમજ ગટરોમાં સાફસફાઇ અભાવે આવનાર દિવસોમાં અવિરત વર્ષી રહેલા વરસાદને કારણે ગટરીયા પુર આવશે કે કેમ એ એવી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!