RAJKOT

જામકંડોરણામાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત ૬૩ કુટુંબોને રૂ. ૨,૩૯,૪૦૦ સહાઇ ચૂકવાઈ

તા.૧૨/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદની કુદરતી આપદાને કારણે સામાન્ય નાગરીકોને ઘરવખરીમાં ભારે નુકશાન થયું હતું. ત્યારે નાગરીકો નુકશાન થયા બાદ ફરીથી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે નિરાધાર અસરગ્રસ્ત ૬૩ કુંટુંબોને રૂ.૨.૩૯,૪૦૦ની સહાય ચુકવવામાં આવી હતી તેમ જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાસ્કર ચૌહાણએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને તાલુકા પંચાયતના ભંડોળમાંથી કુંટુંબ દીઠ કપડાની રૂ.૧૮૦૦ની સહાય અને ઘરવખરી માટે રૂ. ૨૦૦૦ની સહાય પેટે નિરાધાર કુંટુંબને એમ રૂ. ૩૮૦૦ લેખે કુલ ૨,૩૯,૪૦૦ રૂપિયાની સહાય બેંક એકાઉન્ટ મારફતે ચુકવવામાં આવી હતી.

આ તકે બેંકના યુવા ડિરેકટર શ્રી લલિત રાદડીયા, શ્રી ગોવિંદભાઈ રાણપરીયા, શ્રી ચંદુભા ચૌહાણ, શ્રી ખીમજીભાઈ બગડા, શ્રી બાવનજીભાઈ બગડા, શ્રી સંજય બોદર, શ્રી જેન્તીભાઈ ચુડાસમા અને શ્રી હનીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!