JUNAGADHVANTHALI

વંથલીના મુખ્ય બજારમાં જર્જરીત ઇમારતથી લોકોમાં ફેલાયો ભય : તંત્રની ઉદાસીન વલણ નાં પગલે ગ્રામજનોમાં રોષ : દુર્ઘટના ઘટે તે પહેલાં તંત્ર જાગશે કે કેમ..??

વંથલી શહેરના મુખ્ય માર્ગ નજીક અખાડાપા વિસ્તારમાં એક જર્જરીત ઈમારત પળું પડું હોય લતાવાસીઓમાં ભય ફેલાયો છે આ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત તંત્રને લેખિત અને મૌખિક ફરિયાદ કરવામાં આવેલ હોવા છતાં નગરપાલિકા તંત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતું હોવાનો અહેસાસ લતાવાસીઓને થઈ રહ્યો છે તાજેતરમાં જ નજીકની એક કન્યા વિદ્યાલયમાં દુર્ઘટના ઘટી હતી અને વિદ્યાર્થીનીઓને નાની મોટી ઇજાઓ પણ થઈ હતી આ ઘટનાથી પણ તંત્ર સાબદું થયું નથી, આ જર્જરિત ઇમારત જ્યાં છે તે વિસ્તાર જાહેર માર્ગ હોય મંદિર મસ્જિદ તરફ જતો પણ માર્ગ હોય અનેક શ્રદ્ધાળુઓ અને રાહદારીઓ અહીંથી પસાર થતા હોવા છતાં તેઓની ચિંતા નગરપાલિકા તંત્ર એ કરવાને બદલે લત્તાવાસીઓની રજૂઆત સંદર્ભે વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે પરિણામે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની તમામ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવું લતાવાસીઓએ રોશપુર્ણ રીતે જણાવેલ હતું, મીડિયા દ્વારા નગરપાલિકા તંત્રનો સંપર્ક કરાતા નગરપાલિકા તંત્ર એ આ બિલ્ડીંગ જર્જરીત હોય અને ભયજનક હિસ્સો ઉતારી પાડવાની નોટિસ ઇસ્યુ કરી પોતાની જવાબદારી માં થી હાથ અધ્ધર કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ શું ફક્ત નોટિસ આપવાથી પ્રશ્ન નું નિરાકરણ આવી જશે..?? કે કોઈ દુર્ઘટના સર્જાઈ બાદ જ તંત્ર હરકત માં આવશે એ ગંભીર બાબત છે

ઈરફાન શાહ-વંથલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!