MORBI

મોરબીના રાજપર અને ઘુંટુ ગ્રામ પંચાયતને ૨૦ લાખના ખર્ચે જેટિંગ મશીન અર્પણ

મોરબીના રાજપર અને ઘુંટુ ગ્રામ પંચાયતને ૨૦ લાખના ખર્ચે જેટિંગ મશીન અર્પણ

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના હસ્તે જેટિંગ મશીનનું લોકાર્પણ કરાયું

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના હસ્તે મોરબી જિલ્લાના ઘુંટુ તેમજ રાજપર ગ્રામ પંચાયતને જેટિંગ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.

૧૫ મું નાણાપંચ વર્ષ- ૨૦૨૨-૨૩માં જિલ્લાની ૧૦% ગ્રાન્ટમાંથી ૨૦ લાખના ખર્ચે મોરબી જિલ્લાના રાજપર તેમજ ઘુંટુ ગ્રામ પંચાયતને જેટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે જેનું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, “નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યુ છે. જે હેઠળ દરેક શહેર અને ગામને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા જાળવી રાખવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જન અભિયાન હેઠળ મોરબી જિલ્લાના રાજપર અને ઘુંટુ ગ્રામ પંચાયતને ગટરની સફાઈ માટે જેટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે. આ મશીન થકી ગામમાં ગટરની સફાઈમાં સરળતા રહેશે અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીને ચાવી અર્પણ કરી હતી તેમજ જેટિંગ મશીનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશિતાબેન મેર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત બાળ અને મહિલા સમિતિના ચેરમેનશ્રી સરોજબેન ડાંગરોચા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, અગ્રણી સર્વશ્રી જીગ્નેશભાઈ કૈલા, જેઠાભાઈ પારેઘી તેમજ જિલ્લા પંચાયતના અન્ય અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!