CHANASMAGUJARATHARIJPATANPATAN CITY / TALUKORADHANPURSAMISANKHESWARSARASVATISIDHPUR

પાટણ માહિતી ખાતાના પટાંગણમાં વુક્ષારોપણ કરવામાં આવ્યું

*પાટણ માહિતી ખાતાના પટાંગણમાં વુક્ષારોપણ કરવામાં આવ્યું.*

 

 

પ્રકૃતિનું જતન થાય અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ ઉમદા હેતુને સાર્થક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક લોકોપયોગી કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. આ બાબત ધ્યાનમાં રાખીને આજે પાટણ જિલ્લામાં માહિતી ભવનના પટાંગણમાં વુક્ષરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

 

માહિતી ખાતાના કર્મયોગીઓ તેમજ પાટણ વનવિભાગના કર્મયોગીઓએ માહિતી ખાતાના પટાંગણમાં વુક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. વુક્ષારોપણ પછી કર્મયોગીઓએ પર્યાવરણ પ્રત્યેની નૈતિક ફરજ નિભાવવાની તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અંગે કટિબધ્ધ બન્યા હતા. વનવિભાગ દ્વારા પર્યાવરણ કેમ જરૂરી છે તેનાથી આવનાર પેઢી પર કેવી સારી નરસી અસર થવાની છે તે બાબતે વિગતે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ સમૂહમાં પર્યાવરણ અંગે પોતાનો અહમ રોલ ભજવા અંગે દરેક સહમત બન્યા હતા. આપણે પણ વુક્ષો વાવીને પર્યાવરણ પ્રત્યેની ફરજ નિભાવવીએ.

 

આ કાર્યક્રમમાં સિનિયર સબ એડિટરશ્રી મિલિંદ ડાભી, વનવિભાગમાંથી વિષ્ણુભાઈ એલ. દેસાઇ, શ્રી એસ. એસ. પરમાર, જુનિયર કારકુન ભરતભાઈ, કોમ્પ્યૂટર ઓપરેટર પરેશભાઈ, ફોટોગ્રાફર સંજયભાઈ, વિડીયોગ્રાફર જલપેશભાઈ, શ્રવણભાઈ, વિજયભાઇ, દલપતભાઈ હાજર રહ્યા હતા.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, પાટણ

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!