GUJARATJETPURRAJKOT

રાજકોટ મહાનગરપાલીકાની જગ્યાઓમાં પાર્કિંગ ચાર્જ વસુલવો જોઈએ નહીં

તા.૬/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

આમ આદમી પાર્ટીના અજીત લોખીલએ રાજકોટના મેયર પ્રદીપ ડવને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે. કે, રાજકોટ શહેરમાં જ્યાં જ્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ પાર્કિંગ વ્યવસ્થા શહેરના રોડ રસ્તાઓ અને કોર્પોરેશનની જગ્યાઓમાં કરવામાં આવેલ છે.

તેના માટે કોર્પોરેશનને કોઈ વધારાનો ખર્ચ નથી થતો, રાજકોટ શહેરમાં રોડ રસ્તાઓ અને કોર્પોરેશનની માલિકીની જગ્યાઓમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પાર્કિંગનો ચાર્જ ન વસૂલવો જોઈએ.મહાનગરપાલિકાનો હેતુ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાનો હોવો જોઈએ, નહિ કે કમાણી કરવા માટે. રાજકોટવાસીઓ પહેલેથી જ ખૂબ મોટા વેરાઓ અને અલગ અલગ નામથી અનેક સરકારી ચાર્જ ચૂકવી રહ્યા છે ત્યારે છે અસહ્ય મોંઘવારી અને બેરોજગારીના આ વિકટ સમયમાં રાજકોટવાસીઓ ઉપર પાર્કિંગ ચાર્જ નામનો બોજ ન પડે એ ખૂબ જરૂરી છે

શહેરના રોડ રસ્તાઓ અને કોર્પોરેશનની માલિકીની જગ્યાઓમાં પાર્કિંગ વ્યવસ્થા છે ત્યાંથી ચાર્જ મુક્ત કરવામાં આવશે તો જનતા પણ પાર્કિંગ વ્યવસ્થિત જગ્યાઓમાં કરશે જેનાથી ટ્રાફિકની સમસ્યા નિવારવામાં પણ મદદ મળશે. વધુમાં પાર્કિંગની સમસ્યા નિવારવા આપની સમક્ષ એક સુજાવ મૂકીએ છીએ કે શહેરમાં સામાજીક કે અન્ય સંસ્થાઓની કે પ્રાઇવેટ માલિકીની જગ્યાઓ મહાનગરપાલિકા દ્વારા ભાડા પટ્ટે રાખીને જનતા માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરી શકાય. આ માટે મહાનગરપાલિકાને થતા ખર્ચ બદલ પાર્કિંગ કરનારાઓ પાસેથી એક નોમીનલ ચાર્જ વસૂલી શકાય તેમ જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button