GUJARATHIMATNAGARSABARKANTHA

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં સન્માન કાર્યક્રમ યોજાયો…..  

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં સન્માન કાર્યક્રમ યોજાયો…..

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં શાળાના ભૂતપૂર્વ હેડ ક્લાર્ક શ્રી જગદીશભાઈ મથુરભાઈ પટેલ તરફથી પ્રાથમિક શાળાના બાળકોને ઠંડુ પાણી પીવા માટે વોટર કુલર પેટે ₹51,000 નો ચેક કેળવણી મંડળના કાર્યકારી અધ્યક્ષ શ્રી ગોપાલસિંહજી રાઠોડને સમર્પિત કરવામાં આવ્યો અને અધ્યક્ષશ્રી ની ઉપસ્થિતિમાં વોટર કુલર નું અનાવરણ કરવામાં આવ્યું તથા શાળાની ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોલંકી ચંદ્રિકા રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય દોડ સ્પર્ધામાં પાંચ કિલોમીટર દોડ 19.9 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તે બદલ તેનું શાળા પરિવાર વતીથી અભિવાદન કરવામાં આવ્યું. ગોલ્ડ મેડલ મેળવનાર દીકરીને અધ્યક્ષશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!