BANASKANTHAGUJARATPALANPUR

વિદ્યાધામ-ભાગળ (પીં)શાળા સંકુલમાં ‘રાખડી સ્પર્ધા’ અને કવિ નર્મદ જન્મજયંતિની ઉજવણી કરાઈ

27 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાધામભાગળ(પીં)સંચાલિતશ્રીએસ.ડી.એલ.શાહ હાઇસ્કુલમાં રાખડી સ્પર્ધા યોજવામાં આવી.રાખડી એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. જેમાં શાળાના ધોરણ -9 થી 12 ના 103 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને આગવી સૂઝબૂઝ થી અવનવી રાખડીઓ બનાવી હતી. જેમાં પ્રથમ નંબરે નગરીયા ધૈર્ય.એસ (ધો-9B)અને દ્વિતીય નંબરે ચૌહાણ.વનિતા.બી (ધો- 9B)આવેલ.સાથે સાથે વીર કવિ નર્મદ ની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબરે નાયક પાયલ. આર (ધો-9B)અને દ્વિતીય નંબરે પટેલ કિંજલ.એસ(ધો- 11)આવેલ. રાખડી સ્પર્ધા નું આયોજન શ્રી ઉર્વીબેન.પટેલ અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન શ્રી કીફાયતુલ્લા. જૂણકિયા એ કર્યું.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને વિદ્યાધામ- ભાગળ(પીં)ટ્રસ્ટના પ્રમુખશ્રી કે.ડી.શાહ સાહેબશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર. જે.પટેલે સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!