GUJARATMORBI

સંસ્કૃત ભારતી મોરબી દ્વારા સંસ્કૃત વસ્તુ પ્રદર્શનીતેમન સાહિત્ય પ્રદર્શનીનું આયોજન થયું

સંસ્કૃત ભારતી મોરબી દ્વારા સંસ્કૃત વસ્તુ પ્રદર્શનીતેમન સાહિત્ય પ્રદર્શનીનું આયોજન થયું


શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન પર્વ, વિશ્વસંસ્કૃતદિવસે મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ પ્રદર્શની,સાહિત્ય પ્રદર્શનીનું ખુબ જ સુંદર આયોજન થયું. સુભાષચંદ્ર બોઝ ચોકમાં , સરદારબાગ સામે શનાળા રોડ પર થયું હતું.જેનો સમય સાંજે ૪ થી ૭ હતો.આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રીય સંઘચાલક માનનીય શ્રી ડૉ. જયંતીભાઈ ભાડેસિયા સાહેબ તેમજ સંસ્કૃત ભારતી મોરબીના વરિષ્ઠ કાર્યકર્તા પ્રવીણભાઈ રાજાણી તેમજ ઉષાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનીમાં ઘરની રોજબરોજની ચીજ વસ્તુઓ,વિદ્યાલયો ની વસ્તુઓ,અલગઅલગ વ્યવસાયો, વ્યવસાયની વસ્તુઓ,પ્રાણીઓ,પક્ષીઓ,ભોજન સંબંધિત વસ્તુઓ,કપડાં આધારિત વસ્તુઓ,સામાન્ય વ્યવહારમાં લઈએ તેવી તમામ વસ્તુઓ આ સિવાય પણ ઘણી બધી લગભગ ૩૫૦-૪૦૦ જેટલી વસ્તુઓના નમૂના સાથે સંસ્કૃતમાં તેનું નામ લખેલ રાખવામાં આવ્યું હતું.આ માટે વિશેષરૂપે શ્રી સરસ્વતી શીશુ મંદિર શનાળા તેમજ શ્રી સાર્થક વિદ્યામંદિર દ્વારા પ્રદર્શની- સાહિત્યની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.તેમજ સંસ્કૃત ભારતી મોરબીના કાર્યકર ભાઈઓ બહેનો ખુબ જ સારી વ્યવસ્થા પૂરી પાડી હતી.લગભગ ૪૫૦-૫૦૦ થી વધારે લોકોએ પ્રદર્શની નિહાળી હતી.સમાજમાં સંસ્કૃત પ્રત્યે સારી જાગૃતિ વધતી જાય છે,ત્યારે સંસ્કૃત ભારતી દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમાં વધુમાં વધુ ભાઈઓ બહેનો જોડાય તે આવશ્યક છે.

કોઈ પણ ભાઈ બહેન સંસ્કૃત ભારતી મોરબી સાથે જોડાવા ઇચ્છતા હોય તો 9825633154 પર સંપર્ક કરશો.તેવું સંસ્કૃતભારતીના કિશોરભાઈ, મયુરભાઈ ,હિરેનભાઈની યાદી જણાવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!