GUJARATNAVSARIVANSADA

જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબત પ્રાંત અધિકારીશ્રી ધરમપુર ને રજુઆત કરવામાં આવી

વાત્સલ્યમ્  સમચાર

પ્રિતેશ પટેલ-વાંસદા

ધરમપુર ખાતે મહામહિમ રાજયપાલશ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય ને અને મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર,ગુજરાત રાજ્ય ને વર્તમાન માં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબત પ્રાંત અધિકારીશ્રી ધરમપુર ને રજુઆત કરવામાં આવી*
તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવછે તેવો ગેરવ્યાજબી નીર્ણય લેવામાં આવ્યો છે જેની સીધી અસર ગુજરાતના શિક્ષણ અને ટેટ-ટાટ પાસ કરનાર બેરોજગાર ઉમેદવારો પર પડછે જે યુવકો અને યુવતીઓ ને બિલકુલ સ્વીકાર્ય નથી જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવછે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ-ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જશે અને એમનું ભાવિ અંધકામય બની જશે
યુવાનો યુવતીઓ રાત દિવસ મહેનત કરીને ટેટ-ટાટ ની પરીક્ષા પાસ કરતા હોય છે અને એમને ૧૧ માસના કરાર આધારિત નોકરી નો નિર્ણય આદિવાસી સમાજ ને સ્વીકાર્ય નથી, જ્યારે સરકારશ્રી નું ભણછે ગુંજરાત બોલછે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરછે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી
કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરછે.
જેથી હજારો ટેટ-ટાટ પાસ બેરોજગાર યુવાનો યુવતીઓ ને કાયમી સરકારી શિક્ષક ની નોકરી મળી રહે તે માટે સત્વરે કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી માંગણી કરવામાં આવી અને જો અમારી માંગણી ન સ્વીકરવામાં આવી તો આ તમામ ટેટ-ટાટ પાસ યુવકો યુવતી ઓ ને ભેગા કરીને મોટું જન આંદોલન કરીશું
જ્યાં મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકો,મોહનાકાઉચાળી ગામના સરપંચશ્રી દેવુભાઈ મોકાસી,નડગધરી ગામના સરપંચશ્રી દિનેશભાઇ ભોયા, પીપલખેડ ગામના આગેવાન ભગવતી બેન,આદિવસી સમાજ ના અગ્રણી દિવ્યેશ ભાઈ હાજર રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!