GUJARATMORBI

મોરબી:નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

મોરબી જિલ્લાની કુમાર પ્રાથમિક શાળા એટલે શિક્ષણની સાથે વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવતી શાળા. શિક્ષણની સાથે સાથે બાળકોમાં ધાર્મિક જ્ઞાન જળવાઈ રહે તેમજ દેવી-દેવતાનેઓળખે તે હેતુથી આજે દેવી દેવતાની વેશભૂષા

તેમજ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકો દ્વારા કૃષ્ણ, રાધા, ભગવાન શિવ, પાર્વતી, નારદજી,ગોવાળિયા, ગોપીઓ ના પાત્રો ભજવવામાં આવ્યા હતા. વાસુદેવનું પાત્ર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણા દ્વારા મજવવામાં આવ્યું હતું.

સૌપ્રથમ શાળાના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રા ફેરવવામાં આવી હતી ત્યારબાદ બાળ કાનુડા દ્વારા મટકી ફોડ કરવામાં આવી હતી. ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ શાળાના મેદાનમાં જ રાસ ગરબા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકોની સાથે સાથે તેમના વાલીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ માટે મંડપ સર્વિસની સેવા પરબતભાઈ પડસુંબીયા બહુચર મંડપ સર્વિસવાળા તરફથી તેમજ શાળાના તમામ બાળકોને મેંગો સરબત પટેલ સોડા શોપ વાળા બળવંતભાઈ તથા પ્રફુલભાઈ પડસુંબીયા તરફથી આપવામાં આવ્યો હતો. અંતમાં સૌ પ્રસાદ લઇ છુટા પડ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં કુમાર પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!