GUJARATHALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારની રજા ને લઇ એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટીયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૦.૯.૨૦૨૩

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારના રોજ એક લાખ જેટલા માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે તેમજ વરસાદ બાદ નો ડુંગર પર નો કુદરતી નજારો માણવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા.જોકે રવિવાર રજા ના દિવસ દરમિયાન ડુંગર પર ખાનગી વાહનો જવા દેવામાં ન આવતા યાત્રાળુઓને પોતાના વાહનો તળેટી ખાતે પાર્કિંગ કરી એસ.ટી બસ મારફતે ડુંગર પર જવાની ફરજ પડી હતી.જોકે તળેટી ખાતે યાત્રાળુઓ ના વાહનોની સંખ્યા વધતા ત્યારબાદ પાવાગઢ ખાતે આવેલા યાત્રાળુઓના વાહનો વડા તળાવ પાર્કિંગ પ્લોટ માં તેમજ તળેટીના પાર્કિંગ પ્લોટ માં પાર્ક કરી એસ.ટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી.જોકે એસ.ટી દ્વારા ૪૭, એસ.ટી.બસ તળેટીથી માચી વચ્ચે ચલાવવામાં આવતી હોય અને હજારો ની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હોય એસ.ટી. દ્વારા રવિવારે પરિસ્થિતિ ને એસ.ટી તંત્ર દ્વારા ધ્યાનમાં લઇ અગમચેતીના ભાગરૂપે અગાઉ થી એસ.ટી બસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો હોય એસ.ટી સુવિધા રાબેતા મુજબ ચાલતી હોવાનું જોવા મળ્યું હતું. જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ૫.૦૦ કલાકે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયધોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. જ્યારે ભક્તોએ શિસ્ત બદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા.જ્યારે એસ.ટી નિગમ દ્વારા રવિવાર ની રજા ને લઈને ખાનગી વાહનો પર પ્રતિબંધ ના પગલે માત્ર એસ.ટી બસ ડુંગર પર જતી હોય એસટી દ્વારા રવિવાર ના રોજ ૪૭, જેટલી એસ.ટી બસો તળેટીથી માચી સુધી ચલાવવામાં આવી હતી.જેમાં રાત્રિના ૧૨.૦૦ કલાકથી સાજ ના ૫.૦૦ વાગ્યા સુધી ૧૪૯૦,ઉપરાંત, ટ્રીપ અપડાઉન કરી ૪૭,૪૫૬ હજાર ઉપરાંત યાત્રિકો ની હેરાફેરી કરી યાત્રાળુઓ એ બસમાં યાત્રા કરી હતી.જેના થકી એસટી વિભાગને રૂપિયા ૯.૨૨ લાખ ઉપરાંત ની આવક થઈ હોવાનું જાણવા મળે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!