શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મદિન નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી
12 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં પાંચમી સપ્ટેમ્બર ના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓમાં શિક્ષક તરીકેની ભાવના કેળવાય અને શિક્ષક તરીકેની યોગ્યતા કેળવાય તેવા હેતુથી શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 થી 12 ના કુલ 85 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભૂમિકા ભજવી હતી. શાળાના આચાર્ય તરીકે અનિશા પ્રજાપતિ અને બીજા વિદ્યાર્થીઓએ શિક્ષક અને સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. તમામ શિક્ષકો શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા બે તાસમાં તમામ શિક્ષકોએ પોતાના શિક્ષક તરીકેના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા માધ્યમિક વિભાગમાંથી શ્રી રજનીકાંત સોની અને ઉ.મા.વિભાગમાંથી શ્રી જે.વી.પટેલે સંચાલન કર્યું હતું. શાળા આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ તમામ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવા બદલ શિક્ષકમિત્રોને અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.