GUJARATMORWA HADAFPANCHMAHAL

જમીન બાબતે ઝગડો કરી નશાની હાલત માં કપડાં ઉતારી મહિલા સાથે અભદ્ર વર્તન કરતા ગોધરા 181 અભયમ ટીમ  મદદે…

રાગિણી દરજી મોરવા હડફ

15/09/2023

પંચમહાલ જિલ્લાના મોરવા (હ ) તાલુકામાંથી 181 મહિલા હેલ્પલાઇન પર વિણાબેન દ્વારા કોલ કરીને જણાવેલ કે જણાવેલ કે મારાં પાડોશી જમીન બાબતે ઝગડો કરી નશાની હાલત મા મારાં ઘરે લાકડી લઈને આવ્યા અને કપડાં ઉતારી અભદ્ર વર્તન કરવા લાગ્યા જેથી મદદ માંગી.

પંચમહાલ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વિણાબેન સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે મારાં પાડોશી ખેતર ની પાળી પરથી રસ્તો પસાર થાય છે જ્યાંથી અમને પસાર થવા દેતા નથી. તે જણાવે છે કે મારાં ખેતરની પાળી પરથી તમારે પસાર ના થતા તમારા ખેતરમાં રસ્તો બનાવો. જે બાબતે આશરે 15 દિવસ થી સતત ઝગડો કરતા હતાં. એક વાર પંચ ભેગું કરી તેમને તે બાબતે સમજવાની કોશિશ કરી પરંતુ તેઓ સમજવા તૈયાર ન હતાં. આજ રોજ તેઓ ખેતરમાં કામ કરતા હતાં તે સમય દરમ્યાન તેમના પાડોશી નશાની હાલતમાં ખેતરમાં આવ્યા અને ઝગડો કરવા લાગ્યા અને નાશની હાલતમાં કપડાં ઉતારીને વિણા બને સામે નાચવા લાગ્યા.આવું અભદ્ર વર્તન કરતા વિણાબેન ગભરાય ગયા અને 181 પર જાણ કરી. 181 ટીમ દ્વારા તેમના પાડોશી નું અસરકારક કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. આ રીતે કોઈ સ્ત્રી સાથે અભદ્ર વર્તન કરવું એ ગુનો બને છે જે વિશે સમજ આપતાં તેમના પાડોશીને તેમની ભૂલ સમજાઈ. અને વિણાબેન સામે માફી માંગી તેમજ જણાવ્યું કે નશાની હાલતમાં મારી ભૂલ થઇ ગઈ હવે પછી ફરીવાર મારાં વતીથી આવી ભૂલ નહિ થાય તેવી વીણાબેનને ખાતરી આપી. અને તેમને 181 ટીમ સમક્ષ લેખિતમાં બાંહેધરી આપી કે હવે પછી હુ જમીન કે રસ્તા બાબતે ઝગડો નહિ કરું તેમજ આ રીતે અભદ્ર વર્તન નહિ કરું તેવી લેખિતમાં બાંહેધરી આપી. જેથી વીણાબેને પણ જણાવ્યું કે મારાં પાડોશીભાઈએ તેમની ભૂલ સ્વીકારી છે જેથી હુ તેમને સુધારવા માટે એક મોકો આપું છું અને જો ફરીવાર આવી રીતે ઝગડો કરી હેરાનગતિ કરવાની કોશિશ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની લીગલી કાર્યવાહી કરીશ.

આમ 181 ટીમ દ્વારા અસરકારક કાઉન્સિલિંગ કરી બંને પક્ષની સેહમતિથી સમાધાન કરાવેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!