GUJARATRAJKOTUPLETA

જામકંડોરણા ખાતે સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભા યોજાશે

તા.૨૩/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા બેંક તેમજ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ, રાજકોટ જિલ્લા સહકારી ખ-વે સંઘ, રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો.ઓપરેટીવ કોટન માર્કેટિંગ યુનિયન લી., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણ લી. તથા રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેંકના કર્મચારીઓની સહકારી મંડળીની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા સોમવારે જામકંડોરણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભઈ પટેલની હાજરીમાં યોજાનાર છે. આ સમયે મુખ્યમંત્રીના સ્વાગતથી લઈને તમામ તૈયારીઓને સંબંધિત તંત્ર આખરી ઓપ આપી રહ્યું છે.

સાધારણ સભાના આયોજકોએ જણાવ્યું હતું કે, સોમવારે રાજકોટ જિલ્લા બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાશે ખાસ કરીને આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર હોવાથી તેઓના આગમન-સ્વાગતને લઈને તંત્રએ હેલિપેડનું નિર્માણ કરીને સુરક્ષાના પણ તમામ પાસા ચકાસાઈ રહ્યા છે.

કાલાવડ રોડ સિંધી કુમાર છાત્રાલયમાં સવારના 9 વાગ્યાથી યોજાનાર આ સાધારણ સભા દરમિયાન પ્રમુખોનું સન્માન, અકસ્માત વિમાચેકનું વિતરણ તેમજ સહકારી શિબિરનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમારંભના અધ્યક્ષશ્રી તરીકેની હાજરી વચ્ચે રાજ્યમંત્રી રાઘવજી પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરિયા તેમજ જગદિશભાઈ વિશ્ર્વકર્મા દ્વારા દિપ પ્રાગટ્ય વિધિ આટોપાશે.

જ્યારે સાધારણ સભાના અધ્યક્ષ સ્થાને આર.ડી.સી.ના ચેરમેન, જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિ પ્રેરક બની રહેશે એ સિવાય સાદારણ સભાને દિપાવવા સહકાર શિરોમણી એવા દિલિપભાઈ સંઘાણી (ઈફકો-ચેરમેન), ડો. ચન્દ્રપાલ સિંઘ યાદવ (કૃભકો ચેરમેન), ડો. બિજેન્દર સિંઘ (નોફડ ચેરમેન), અજયભાઈ પટેલ (ધ ગુજરાત સ્ટેટ કો.ઓ. બેન્ક-ચેરમેન), બીપીનભાઈ પટેલ (સંયોજક-સહકાર સેલ પ્રદેશ ભાજપ), તેમજ સુનિલકુમાર સિંઘ (વા.ચેરમેન, નાફેડ) ખાસ હાજર રહેશે.

વા. સાધારણ સભાને સફળ બનાવવા ટાજ રાજ ડિસ્ટ્રી. કો.ઓ. બેન્કલી, રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી, રાજ ડિ. કો.ઓપ. કોટન માર્કેટિંગ યુનિ. લી., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલી તથા રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્ક લી.ના કર્મ.શ. મંડળી લી. દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!