NATIONAL

Supreme Court : હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુકમાં વિલંબ કેમ? : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે દેશભરની હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુક માટે કેન્દ્ર સરકાર પર ફરી કડકાઇ દાખવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે તેઓ દર 10 દિવસમાં આ મામલા પર નજર રાખશે. છેલ્લા 10 મહિનામાં 80 નામોની ભલામણ કરવામાં આવી છે પરંતુ તેની નિમણુક કેન્દ્ર તરફથી થવાની બાકી છે. આ ઉપરાંત 26 ન્યાયાધીશોની બદલીના હુકમ પેન્ડિંગ છે.

સંવેદનશીલ હાઇકોર્ટમાં પણ ચીફ જસ્ટિસની નિમણુક બાકી છે. કોર્ટે કહ્યું હતું કે અમે ઘણું કહેવા માંગીએ છીએ પરંતુ જાત પર સંયમ રાખી રહ્યા છીએ. આ સાથે જ આ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો છે. હવે આ મામલે સુનાવણી 9 ઓક્ટોબરે થશે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ આર વેકેન્ટરમણીએ સુપ્રીમ કોર્ટ પાસે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જ્યારે જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ એટર્ની જનરલને કેન્દ્ર તરફથી સૂચનાઓ લાવવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ અદાલતમાં ન્યાયાધીશોની નિમણુકને લઇને કેન્દ્ર દ્વારા થઇ રહેલા વિલંબ સામેની અરજી પર સુનાવણી કરી રહી છે. જસ્ટિસ કૌલે કહ્યું હતું કે તેમણે આ મુદ્દો એકવાર ઉઠાવ્યો હતો. જ્યાં સુધી તેઓ અહીં છે ત્યાં સુધી તે દર 10-12 દિવસ તપાસ કરશે. તેઓ શ્રેષ્ઠ પ્રતિભા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકારે કોઈ વિલંબ ન કરવો જોઈએ.

કેન્દ્ર સરકારના વકીલે એક અઠવાડિયાનો સમય માગતા સુપ્રીમે કહ્યું હતું કે તેઓ ઘણું બધું કહેવા માગે છે પરંતુ કહેશે નહિ, અત્યાર તેઓ ચૂપ રહેશે પરંતુ આગામી તારીખ પર તેમણે બોલવું પડશે. સુપ્રીમે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે કે હાઇકોર્ટ દ્વારા જે 70 નામોની ભલામણ કરવામાં આવી છે તેના વિશે નિર્ણય કેમ ન લેવાયો? ભલામણોને કોલેજીયમ પાસે કેમ ન મોકલ્યા તેમજ કયા કારણોસર નિમણુક 10 મહિનાથી પેન્ડિંગ છે?

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!