GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રવાપર ગામમાં 12 માળની બિલ્ડીંગ મામલે ફરિયાદીએ હાઇકોર્ટમાં 70થી વધુ ગેરકાયદે બાંધકામનું લીસ્ટ રજૂ કર્યું

મોરબી રવાપર ગામમાં 12 માળની બિલ્ડીંગ મામલે ફરિયાદીએ હાઇકોર્ટમાં 70થી વધુ ગેરકાયદે બાંધકામનું લીસ્ટ રજૂ કર્યું

મોરબીમાં રવાપરા ગામમાં 12 માળની બિલ્ડીંગ ઉભી કરી દેવાના મામલે હવે મોટો ખુલાસો થયૉ છે. ગ્રામીણ વિસ્તારમાં આડેધડ બાંધકામ મામલે હાઈકોર્ટમાં વધુ એક સ્ફોટક સોગંદનામુ રજૂ થયું છે. મૂળ ફરિયાદીએ 70થી વધુ ગેરકાયદે બાંધકામનું લીસ્ટ હાઇકોર્ટના રેકોર્ડ પર મૂક્યું છે.

તંત્રએ બાંધકામ માટે માત્ર 1 જ નહી પરંતુ અનેક બાંધકામની મંજુરી આપ્યા હોવાનો આક્ષેપ થયો છે. પૂર્વ સરપંચ અને ત્યારબાદ હાલના સરપંચ દ્વારા બાંધકામ માટે આડેધડ મંજૂરી આપ્યા હોવાનો આક્ષેપ થયો છે.

મોરબી ક્ષેત્ર ભૂકંપ માટે ઝોન 4 કેટેગરીમાં આવે છે જે ભયાનક છે, આવા સંજોગોમાં અપાયેલી મંજૂરી સામે સવાલો ઉભા થયા છે. મોરબીના રવાપરામાં 13-14 માળ સુધીની મંજૂરીઓ આપવામાં આવી છે.

વિસ્તારમાં 3 માળ સુધી પહોંચે તેટલા જ ફાયરનાં સાધનો હોવાનો અરજદારે આક્ષેપ લગાવ્યો છે, હાઈરાઈઝ મકાનમાં આગ લાગે તો પણ લોકોને જીવનું જોખમ હોવાનો અરજદારનો આરોપ છે.રવાપરામાં 95 થી વધુ સરવે નંબર પર થયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા હાઇકોર્ટમાં માંગ કરવામાં આવી છે.

આ મામલે હાઇકોર્ટે અકારું વલણ દાખવતા કહ્યું હતું કે જમીન બિન ખેતીની બની જાય તો શું આડેધડ બાંધકામોને છૂટ આપી દેવાની? ગ્રામીણ વિસ્તારમાં બાર બાર માળની ઇમારતો ઉભી કરવાની પરવાનગી કઈ રીતે આપી શકાય? ગ્રામ્ય વિસ્તારમાં કંઈ રીતે આટલા મોટા બાંધકામને મંજૂરી મળી શકે? આ સમગ્ર મામલે 16 ઓકટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!