GUJARATMORWA HADAFPANCHMAHAL

Panchamahal : મોરા પ્રાથમિક શાળામાં ૩૯ વર્ષ સુધી સેવા આપી નિવૃત્ત થતાં કર્મનિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ દેસાઈને અપાયું ભાવસભર વિદાયમાન

રિપોર્ટર રાગિણી દરજી મોરવા હડફ

*જે શાળામાંથી પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે શાળામાં ૩૯ વર્ષ સુધી પ્રવિણભાઇએ ફરજ બજાવી*

* પ્રવિણભાઇએ રૂ.૨૫ હજારનો ચેક શાળાના વિકાસ માટે અર્પણ કર્યો*

*શિક્ષક પ્રવિણભાઇની પ્રમાણિક્તા કાર્યદક્ષતા અને ફરજનિષ્ઠાને બિરદાવતા ધારાસભ્ય  નિમિષાબેન સુથાર*

પંચમહાલ જિલ્લાના મોરવા (હ)તાલુકાની મોરા પ્રાથમિક શાળાનો ૧૧૫મો સ્થાપના દિવસ અને શાળામાં ૩૯ વર્ષથી સેવા કરતા કર્મનિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ દેસાઈનો નિવૃત્ત વિદાયમાન કાર્યક્રમ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

ધારાસભ્ય જણાવ્યું હતું કે, શિક્ષક પ્રવિણભાઇ પ્રમાણિક્તા કાર્યદક્ષતા તથા શાળામાં તેમની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી.તેમણે શાલ ઓઢાડી સ્મૃતિભેટ અને સન્માનપત્ર અર્પણ કરી શ્રી પ્રવિણભાઇનું સન્માન કર્યું હતું.

પોતાની વય નિવૃતિના અવસરે શ્રી પ્રવિણભાઇએ શાળાના વિકાસ માટે રૂ.૨૫ હજારનો ચેક ધારાસભ્યના હસ્તે શાળાના આચાર્યને અર્પણ કર્યો હતો.

શ્રી પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે મે આજ શાળામાંથી પ્રાથમિક શિક્ષણ લીધું હતું અને આજ શાળામાં ૩૯ વર્ષ સુધી સેવા કરવાની તક મળી હતી. ચાર દાયકા જેટલા સમય દરમિયાન શાળાના આચાર્ય તરીકે ચાર વર્ષ અને મોરવા તાલુકાની પ્રથમવાર શિક્ષક મંડળીના પ્રમુખ તરીકે ૬ વર્ષ સુધી સેવાઓ આપી છે.તેમણે સૌનો આભાર માની વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી પોતાની સેવાનો સંતોષ વ્યક્ત કરતા પોતાની આંખમાં આસું રોકી શક્યા નહોતા.

પ્રારંભમાં પ્રાર્થના સ્વાગત ગીત અને શાળાના આચાર્ય નિશાર શેખ પ્રાસંગિક પ્રવચન કરી શાળાની વર્ષ ૧૯૦૯માં સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધીના ઈતિહાસની ઝાંખી કરાવી હતી.

આ પ્રસંગે જિલ્લા ભા.જ.પ મહામંત્રી ધવલભાઈ દેસાઈ, ગુજરાત બાલ વિકાસ મંડળ પ્રમુખ પુરણભાઈ દેસાઈ, પંચમહાલ જિલ્લા બાધકામ સમિતિ ચેરમેન વિક્રમભાઈ ડીડોર,તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય ગામના સરપંચ, બી.આર.સી,સી.આર.સી આચાર્યો શિક્ષકો તાલુકા જિલ્લા સંઘના હોદ્દેદારો,ગામના અગ્રણી નાગરિકો યુવાનો મિત્રો સગા સ્નેહીજનો અને ગ્રામજનો દ્વારા શ્રીફળ શાલ ઓઢાડી અનેક ભેટ સોગાદ અર્પણ કરી એમના પ્રત્યે સ્નેહ દર્શાવ્યો હતો.

શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત તમામ મહેમાનો પરિવારના સદસ્યો દ્વારા શિક્ષકને પુષ્પોથી વધાવી પોતાની શાળામાંથી વિદાય લઈ રહેલા શિક્ષક અને વિદ્યાર્થીઓના અનુપમ પ્રેમથી સૌની આંખોમાં આસું છલકાઈ રહ્યા હતા.અંતે શિક્ષકે કરેલી સેવાની ભાવભરી વિદાય સાથે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

***

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!