GUJARATHALOLPANCHMAHAL

સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ હેઠળ હાલોલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું

રિપોર્ટર .કાદીર દાઢી.હાલોલ

તા.૧૩.૧૦.૨૦૨૩

સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ હાલોલ સ્થિત વી.એમ શાહ ગુજરાતી/ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી ગોધરાના માર્ગદર્શન હેઠળ કિશોરી મેળાનું આયોજન કરાયું હતું.આ મેળામાં વિવિધ વિભાગો દ્વારા મહિલાલક્ષી કાયદાઓ તથા કિશોરીઓને પગભર થવા,સલામતી,સુરક્ષા અને સશક્તિકરણ,પોષણ અને આરોગ્ય શિક્ષણ,ઘરેલુ હિંસા નિવારણ અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.કિશોરી મેળામાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ,સંસ્થાના ટ્રસ્ટી મુકુંદભાઈ, શાળાના આચાર્ય હંસાબેન શુક્લા, ચેરમેન નવીનભાઇ,SHE ટીમ સહિત મોટી સંખ્યામાં કિશોરીઓ હાજર રહ્યા હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!