HALOLPANCHMAHAL

પાવાગઢ:નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢમાં હૈયે થી હેયું દળાતું હોય તેવા દ્રશ્યો,અઢી લાખ માઇ ભકતો એ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૫.૧૦.૨૦૨૩

આસો નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તો નું મહેરામણ ઉમટ્યું હતું. અઢી લાખ માઇ ભકતો એ માતાજીના ચરણ માં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.51 શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.પાવાગઢ નો વિકાસ અને મંદિર પરિસદ ના નિર્માણ થયા પછી દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઐતિહાસિક ધ્વજા રોહણ બાદ યાત્રીનો ઘસારો વધ્યો છે. તેમાં પણ આજ થી શરુ થયેલી આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શનાંર્થે લાખોની સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા.નવરાત્રી પર્વ ને લઈ માઇ ભક્તો પૂર્વ રાત્રિથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર નો નિજદ્વાર રાત્રીના સાડા ત્રણ કલાકે માતાજી દર્શન માટે ખુલ્લો મૂકતા ભક્તો દ્વારા માતાજીનો જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ ના ભાગ રૂપે પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર પરિષદ સુધી ૭૦૦, ઉપરાંત પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવે છે. આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦, ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં રાખવા માં આવી રહી છે.જયારે યાત્રિકો ને તળેટી થી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા 50 પચાસ ઉપરાંત એસટી બસો ૨૪ કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે.

પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન તળેટી થી માંચી સુધી યાત્રાળુ ઓ ને આવા જવા માટે એસટી નિગમ દ્વારા ૫૬, બસ અવિરત દોડાવામાં આવી હતી જેમાં એસટી નિગમે રાત્રિના ૧૨.૦૦ કલાકથી બપોરના ૩.૦૦ સુધીમાં ૪૫, હજાર યાત્રિકોએ મુસાફરી કરી હતી. જેના દ્વારા એસટી નિગમને ૭.૭૫ લાખ ની આવક થઈ હતી જોકે યાત્રિકોના જણાવ્યા મુજબ ઘણા સમય સુધી એસટી બસોની પ્રતીક્ષા કરવી પડી હતી એસટી નિગમે જરૂરિયાત કરતા ઓછી બસો ચલાવી હોવાનું યાત્રાળુઓ જણાવી રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!