GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ધી ફોરવર્ડ હાઇસ્કૂલ માધ્યમિક શાળામાં નવરાત્રી ના ગરબા નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર ધી ફોરવર્ડ હાઇસ્કૂલ માધ્યમિક શાળામાં નવરાત્રી ના ગરબા નો કાર્યક્રમ યોજાયો
–પ્રાચીન ગરબા નું મહત્વ શુ છે તેનુ બાળકો ને અપાયું માર્ગદર્શન
–ગરબા નો કાર્યક્રમ રાખવા નો ઉદ્દેશ વિસરાયેલ પ્રાચીન ગરબા ની યાદો તાજી કરવી
વિજાપુર તા
વિજાપુર શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ધી ફોરવર્ડ હાઇ સ્કૂલ ના માધ્યમિક શાળામાં ભણતા બાળકો ને શેરી પ્રાચીન ગરબા નું ધાર્મિક મહત્વ શુ છે તેનુ ધાર્મિક જ્ઞાન મળે તેવા ઉદ્દેશ સાથે શાળામાં નવરાત્રી ના ગરબા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળામાં ભણતા સર્વ જાતિ ના કોમોના બાળકોએ ગરબા રમી ને એકતા ના દર્શન કરાવ્યા હતા જ્યારે શાળાના શિક્ષક મિત્રોએ પ્રાચીન કાળ થી શરૂ થયેલા ગરબા નુ મહત્વ શુ છે તેનુ ધાર્મિક મહિમા શાળાના આચાર્ય સ્મિતા બેને સમજાવ્યો હતો શાળાના બાળકોને સર્વ પ્રથમ માતા જગદંબા ની આરતી કરી હતી અને પૂજા અર્ચના બાદ શાળાના પટાંગણ માં ગરબા ની ધૂમ મચાવી હતી શાળાના શિક્ષક મિત્રો તેમજ બાળકો સાથે જોડાઈ ઉત્સાહ વધાર્યો હતો આ અંગે શાળાના આચાર્ય સ્મિતા બેને જણાવ્યુ હતુકે શાળામાં ભણતા બાળકો માં એકતા જાળવી શકે અને પ્રાચીન ગરબા ની હકીકત અંગે વધુ જાણી શકે તેવા ઉદ્દેશ સાથે ગરબા નુ અયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું છે હાલમાં લોકો ડીજે ના તાલે પાર્ટી પ્લોટો માં માતાજી ના ગરબાનું અયોજન કરી ધૂમ ખર્ચા કરે છે પરંતુ જે મહત્વ શેરીમાં ગરબા રાખી માતા જગદંબા ની આરાધના પ્રાર્થના નો મહિમા વધુ હોય છે જેનુ ધાર્મિક મહિમા નુ બાળકો ને સમજાય તેવા હેતુ સાથે આ કાર્યક્રમ નું અયોજન કરાયુ છે જેમાં સર્વ ધર્મ સર્વ જાતીના બાળકો જોડાઈ ને સમાજના લોકોને એકતા માં અનેકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યો છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!