GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ડેરોલગામની ગૌચર જમીનની માટીકામ કરતાં કોન્ટ્રાકટરનાં જપ્ત સાધનોને ખનિજ વિભાગે રૂ.૩ લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો.

તારીખ ૭/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલગામ માં ૨૦૨૨-૨૩ માં માર્ગ મકાન વિભાગ દ્વારા ડેરોલગામ વડલી થી મારિયા ફળીયા સુધી સીસી અંદાજીત ૧ કિ.મી નો રોડનાં નવનિર્માણ માટેનું ખાદ્યમુહર્ત પૂર્વ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ નાં હસ્તે કરવામાં આવ્યું હતું. જેની રોડ બનાવવાની કામગીરીને ઓકોમ્બર ૨૦૨૩ થી શરૂ કરવામાં આવ્યું છે. જેની એજન્સી માર્ગ મકાન વિભાગ દ્વારા ટેંન્ડ્રર આસ્થા કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવતાં ડેરોલગામ માં નવનિર્માણ રોડની સાઇડ કોન્ટ્રાકટર નાં માણસો દ્વારા શરૂ કરવામાં આવી હતી.જેમાં નીચાણ વાળા વિસ્તારમાં રોડની કામગીરી શરૂ કરાવામાં આવતાં સૌપ્રથમ જમીન લેવલીંગ માટે માટી પુરાણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.જેની માટી ડેરોલગામનાં સર્વે નંબર ૫૩ જે ગૌચર તરીકે ગ્રામ પંચાયતના નકશામાં દર્શાવ્યા પ્રમાણે છે. જેની માટી ખોદકામ કરતા કોન્ટ્રાકટર વિરૂદ્ધ ડેરોલગામના ડે.સરપંચ દ્વારા વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. તદઉપરાંત જેતે એજન્સીનાં કામકરતા વાહનોને ગૌચર માંથી માટી ખોદકામ કરતાં અટકાવી.જેની મોડી રાત્રે જવાબદાર અધિકારીઓને જાણ કરવા જતાં ટેલીફોનીક સંપર્ક ના થતા અંતે વહેલી પરોઢે ભૂસ્તર શાસ્ત્રી ગોધરા ને જાનકરતાં ખનિજ ટીમ દોડી આવી હતી. જ્યારે ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરનાં કામોની તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરી એક JCB અને એક હાઇવા ડમ્ફરને ખાનખનીજ વિભાગના માઈન્સ સુપર વાઇઝર પૃથ્વીરાજસિંહ ચૌહાણ તેમજ હિતેશ રામાણી એ બંને વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા કામકરતા એજન્સીના જવાબ દારએ ગુણો કબુલ કરતાં અંતે ખોદકામ કરેલ અંદાજે ૬૦ મે.ટન સાદી માટી નો કેશપેપર તૈયાર કરી બિનઅધિકૃત ખનન વહન કરતા વાહનો સામે પગલાં ભરી અંદાજે રૂ.૩,૧૦,૫૦૦/- નો દંડ ફટકાર્યો હતો. તેમજ પર્યાવરણને નુકસાન પેટેની રૂ.૪૩૦૫/- રકમ ભરપાઈ કરવા હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!