GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી (૨) માં ફટાકડા ફોડવા નજવી બાબતે માથાકૂટ થતાં આધેડની હત્યા..

મોરબી (૨) માં ફટાકડા ફોડવા નજવી બાબતે માથાકૂટ થતાં આધેડની હત્યા..

મોરબીના સામાકાઠા વિસ્તારમાં ગત રાત્રીના ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલ બોલાચાલીનો થઇ હતી જેમાં રાજેશ ગઢવી નામના વ્યક્તિની ગંભીર રીતે ઈજાગ્રસ્ત સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન રાજેશ ગઢવીનું મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યું છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના ભાણેજ સિદ્ધાર્થ ગઢવીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે

ગત રાત્રીના મૃતક રાજેશ ગઢવી પોતાના મકાનની બહાર બેઠા હતા. તે સમયે લાખાભાઈ નામના વ્યક્તિના ઘર પાસે વલ્લી નામનો વ્યક્તિ ફટાકડા ફોડી રહ્યો હતો. જે દરમિયાન લાખાભાઈ નામના વ્યક્તિએ વલ્લી ફટાકડા ન ફોડવા જણાવ્યું હતું. જેથી બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારે બંને વચ્ચે શરૂ થયેલ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તે માટે રાજેશ ગઢવીએ મધ્યસ્થતા કરવા માટે પોહ્ચ્યા હતા . જે મધ્યસ્થતા કરવા જતા વલ્લી નામના વ્યક્તિ દ્વારા રાજેશ ગઢવીને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકવામાં આવ્યો હતો.જેથી ગઢવી આધેડનું મોત નીપજ્યું હતું. ત્યારે ગઢવી પરિવારમાં હાલ દિવાળીના તહેવાર સમય જ શોકનું મોજુ ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ મોરબી પોલીસ ગુનો નોધી અને આરોપીને વલ્લી નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!