BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

એક સ્વિફ્ટ કાર સહિત ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કુલ કિ.રૂ.૩,૯૨,૪૬૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ના ગણના પાત્ર કેસ શોધી કાઢતી બોડેલી પોલીસ.

આરોપી ભાગી જવામાં સફળ થતાં આરોપી સંજય ગોરધન રાઠવા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો.

શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે આધારે શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા સર્કલ પો.ઇન્સ.શ્રી એસ.બી.વસાવા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ વી.આર.ચૌહાણ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે ચલામલી તરફથી કેનાલ રોડ બોડેલી તરફ બોડેલી ઢોકલીયા ખાતે રહેતા સંજયભાઈ ગોરધનભાઈ રાઠવા નાઓ પોતાની કાળા કલરની સ્વિફટ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ લઇ બોડેલી તરફ આવી રહ્યો છે જે બાતમી હકિકત આધારે સ્ટાફના માણસોને વોચમાં રાખી કાળા કલરની સ્વિફટ ગાડી GJ-06-DB-0154 ને ઝડપી પાડી હતી જેમાં થઈ ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂની

નાની મોટી કાચની કુલ બોટલ નંગ-૨૧૧ જેની કુલ કિ.રૂ.૯૨,૪૬૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લિધેલ સ્વિફટ ગાડી રજીસ્ટર નંબર GJ-06-DB-0154 ની કિ.રૂ.૩,૦૦૦૦૦/- ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૯૨,૪૬૦/- નો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી ગાડી મુકી અંધારાનો લાભ લઇ નાસી જઈ ગયેલ આરોપી સંજયભાઇ ગોરધનભાઈ રાઠવા રહે-ઢોકલીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર નાઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારી

(૧)એ.એસ.આઈ કાલીદાસભાઇ મથુરભાઇ બ.નં ૬૬૧

(૨) અ.હે.કો હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ બ.નં ૦૮૯ (૩) અ.પો.કો વિજયભાઈ મનહરભાઈ બ.નં ૧૩૩

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!