GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લાના પાટનગરમાં સદભાવના મિશન ક્લાસ બહારપૂરામાં વિવિધ થીમ પર એક સંદેશ સાથે રંગોળી સ્પર્ધા યોજાઈ

તારીખ ૧૨/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ અનાથ બાળકોને મુસ્લિમ સમાજનો શિક્ષક ઈમરાનભાઇ નિ:શુલ્ક શિક્ષણ કોચિંગ આપી રહ્યા છે આ સંસ્થાનાં સંચાલક લારા હોસ્પિટલના ખ્યાતનામ એવા ડૉ સુજાત વલી ના નેજાહેઠળ ચાલે છે.સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા વિવિધ થીમ પર આધારિત વિવિધ સંદેશ સાથે જેવી બેટી બચાવો,પાણી બચાવો, આવો પર્યાવરણને ગળે લગાવો, બેટી પઢાવો, માંની મમતા સાથે દીકરી, હેપ્પી દિવાળી, વૃક્ષો વાવો, વગેરે જેવી વિવિધ પ્રકારની થીમ પર આધારિત ગુજરાત ભરના લોકોને એક સંદેશ આવા ગરીબ અને મધ્યમ વર્ગના અને અનાથ બાળકોએ સંદેશ આપ્યો છે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહે અને તેમની અંતરની શક્તિઓ, કૌશલ્ય, કળા અને કલાને બહાર લાવે તેથી એક અનોખી રીતે વિવિધ સંદેશ સાથે રંગોળી પ્રદર્શન કર્યું હતું જેમાં ૧૬૦ ઉપરાંત બાળકોમાથી ૩૦ દિકરીઓએ વિવિધ સંદેશ સાથે રંગોળી તૈયાર કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.આ દિકરીઓએ બનાવેલ વિવિધ પ્રકારના સંદેશ સાથે રંગોળીને જોવા થનગની રહેલા ૬૦૦ થી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને સ્થાનિક લોકો હાજર રહી બાળકોએ વિવિધ પ્રકારના સંદેશ સાથેની પ્રદર્શન કરવામાં આવેલ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલ વિધાર્થીઓને મત મુજબ વોટ કરવામાં આવ્યો હતો તે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રંગોળી સ્પર્ધામાં ભાગ લઈ તે દરમિયાન કુલ ૫ ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી એક ટીમ સાથે બે વિધાર્થીની હતી જેમાં પ્રથમ ટીમ રાધિકા અને ગોસાઈ, દ્વિતિય ટીમ મારવાડી જાનિયા અને મારવાડી ડિમ્પલ,તૃતીય ટીમ ચોહાણ નૈત્રા અને હરિજન ઉર્વશી ચોથી ટીમ પઢિયાર મિતાલી અને પુરાણી હિર અને પાંચમી ટીમ પઢિયાર કાવ્ય અને સોલંકી પુર્વી વગેરેને આકર્ષણ ગીફટ આપી અને તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પણ ગીફટ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના સંચાલક ડો. સુજાત વલી એ તમામ બાળકોનું ગીફટ અને સર્ટિફિકેટ તેમનાં તરફથી આયોજિત કરવામાં આવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!